કોરોના મહામારી વચ્ચે ગુજરાતના આ ખેડૂતો માટે આવ્યા મોટા આનંદના સમાચાર, જાણો વિગતે.

164

ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી આજરોજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે અને જેનો લાભ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 થી પણ વધારે ગામોને મળશે અને 17 હજાર હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે. બનાસકાંઠામાં અને ખાસ કરીને ઉપવાસ માં ચાલુ ચોમાસામાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં ઘણું બધું પાણી આવ્યું હતું.

દાંતીવાડા  ડેમ 591 ફૂટ પાણીથી ભરાયેલો છે.બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં વધારે પાણી હોવાના કારણસર સરકાર દ્વારા આ વખતે રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજથી 245 પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે.

અને આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં પાંચ વખત ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે. જેનો લાભ બનાસકાંઠા અને પાટણના કેટલાક ગામોના ખેડૂતોને મળશે.

આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે તે માટે આ ખેડૂતો માટે ખુબ જ સરસ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!