સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વના સમાચાર અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. કોરોનાવાયરસ ના કેસો વધતા રાજ્યના મહાનગરોમાં શાળા કોલેજ બંધ કરવાની તંત્ર દ્વારા ફરજ પડી છે.
મહાનગરોમાં વિદ્યાર્થીઓને 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ ન આપવાનો નિર્ણય લીધો છે ત્યારે પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ગત શૈક્ષણિક ધો 12 અથવા ડિપ્લોમા 60 ટકાથી વધુ માર્કસ મેળવેલ અને બી.ઇ, બી.ટેક, બી.ડી.એસ, એમ.બી.બી.એસ, બી.એડ,બીબી.એ,એમ.બી.એ,બિ.સી.એ,એમ.સી.એ,એ.આઇ.સિટી,યું.જી.સી વગેરે જેવા વ્યવસાયિક ડિગ્રી કોર્સમાં ચાલુ છે.
શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ માજી સૈનિક તટરક્ષક દળના જવાનો તથા શહીદ જવાનોના સંતાનોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશિપ આપવામાં આવી રહી છે.
આ માટે ઓનલાઈન કરવાની મુદત 30 એપ્રિલ 2021 સુધીની વધારવામાં આવી છે અને આ અંગેની વધુ વિગતો માટે જિલ્લા સૈનિક અને પૂર્ણવસવાટ કચેરી રાજકોટનો 0281-2476825 નંબર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ગુજરાત રાજ્ય વિદ્યાર્થીઓ માટે તેના મહત્વના સમાચાર એટલા માટે ગણી શકાય કે કોરોના મહામારી અથવા કોઈ પણ અંગત કારણોસર વિદ્યાર્થીઓ માટે અરજી કરવામાં તારીખ છૂટી ગયા હોય.
તો તેઓ માટે ખુશીના સમાચાર ગણી શકાય છે. કારણકે હવે આવા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા માટે 30 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment