ગુજરાત રાજ્યના વાહન ચાલકો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર,હવે થી…

Published on: 5:41 pm, Tue, 3 November 20

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કરોડો વાહનચાલકો માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે.રાજ્યના એવા કેટલાક વાહનચાલકો જેમને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાના બાકી છે અને ત્યારે કાચા ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ માટે હવે વેઇટીગ નહીં કરવું પડે, તેના માટે એક ખાસ વાહનવિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તમારા ઘરની આજુબાજુમાં રહેલી આઇટીઆઇ કચેરી બપોર ની જગ્યાએ સવારથી ટેસ્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પહેલા બપોરે 2:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી ટેસ્ટ લેવાતો હતો પરંતુ હવે ITI માં સવારે 9 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી અરજદારો ટેસ્ટ આપી શકશે. આરટીઓ દ્વારા નવી 43,200 નવી એપાઇન્તમેન્ટ ખુલ્લી મુકવામાં આવી છે.સુરત જિલ્લાના ITI કચેરીમાં કાચા ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાનું શરૂ કરાયા બાદ.

અરજદારોને સુવિધાને બદલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ITI કચેરીમાં કોમ્પ્યુટર ની ટેસ્ટ 02:30 વાગ્યા પછી લેવામાં આવતી હતી પરંતુ સવારના સમયે ITI કચેરીમાં શિક્ષણકાર્ય હોવાથી.

બપોર બાદ કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવતી હતી. અરજદારોએ 2:30 થી 5:30 વાગ્યા સુધી ઘર નજીકની આઇટીઆઇ કચેરી જવું પડતું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના વાહન ચાલકો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર,હવે થી…"

Leave a comment

Your email address will not be published.


*