ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં સૌથી મહત્વનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા મોકલવામાં આવે છે.
આ રૂપિયા એક વર્ષમાં ત્રણ સમાન હપ્તાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જે પણ આ યોજનાનો લાભ લઇ રહ્યા છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને 6000 નહીં પણ વાર્ષિક 36000 રૂપિયા મેળવી શકશે.
મોદી સરકારે કિસાન માન ધન યોજના હેઠળ ખેડૂતો માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. આ યોજના હેઠળ જે ખેડૂતો ની ઉંમર 60 વર્ષ છે તેમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે. કોઇપણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.આ માટે અલગ ડોક્યુમેન્ટ ની જરૂર નથી
જે ખેડૂતોની ઉંમર 18 થી 40 વર્ષ છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. ખેડૂતો પાસે વધુમાં વધુ 2 હેકટર ખેતીલાયક જમીન હોવી જોઈએ. આ યોજનામાં વય અનુસાર રૂપિયા જમા કરવામાં આવે છે.18 વર્ષના ખેડૂતો માટે 55 રૂપિયા પ્રતિ મહિનો,30 વર્ષના ખેડૂતો માટે 110 રૂપિયા પ્રતિ મહિનો જમા કરાવવાના રહેશે.
ખેડૂતો આ સમય પીએમ કિસાન સન્માન નિધિ નો લાભ લઇ રહ્યા છે તેઓ તે રૂપિયામાંથી કિસાન માન ધન યોજના માં થી રૂપિયા કમાવી શકે છે. આ માટે અલગથી પૈસા જમા કરાવવાની જરૂર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment