હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા સમય પહેલા થયેલા એક અનોખા લગ્નનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લગ્નમાં વરારજા અને દુલ્હનને જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. વાત કરીએ તો એક દંપતી વૃદ્ધાવસ્થામાં ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
પછી 70 વર્ષની ઉંમરે દાદા-દાદીએ ફરીથી ધામધૂમથી લગ્ન કર્યા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આદિવાસી સમાજમાં લગ્નની ઉંમરે જો લગ્ન કરવાના પૈસા ન હોય તો સમાજના આગેવાનોની સમાધિથી યુવક અને યુવતીને એકબીજાના પતિ પત્ની ગણવામાં આવે છે અને પછી બંને સાથે સંસાર માંડતા હોય છે.
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રીતિ રિવાજ મુજબ એક અનોખા લગ્નનું આયોજન રાખવામાં આવ્યું હતું. અહીં 70 વર્ષની ઉંમરે એક દાદા અને દાદીના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે દાદા-દાદીની ચોથી પેઢીએ તેમના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.
વાત કરીએ તો દાદા-દાદીના લગ્નમાં તેમના પરિવારના સભ્યોએ મને મૂકીને ડાન્સ કર્યો હતો. બે દિવસના લગ્નનું અનોખો આયોજન કરવામાં આવ્યું હતું. 70 વર્ષના દાદીને પીઠી પણ છોડવામાં આવી હતી. જ્યારે દાદાની જાણ પણ કાઢવામાં આવી હતી અને જાનમાં જાનૈયાઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment