અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને લોકો ભાવુક થઈ જાય છે. હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દાદા દાદી પોતાના પૌત્રને સાયકલ ભેટમાં આપે છે. આ સાયકલ જોઈને બાળક પણ ખુશ ખુશ થઈ જાય છે. શું તમને પણ બાળપણમાં ભેટમાં સાયકલ મળી હતી ?
જો હા તો આ વિડીયો જોયા પછી તમે બાળપણની સુંદર યાદોમાં ખોવાઈ જશો. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ દંપત્તિ તેમના પૌત્રને સરપ્રાઈઝ તરીકે સાયકલ આપે છે. દાદા બાળકને પોતાના હાથમાં લઈને સાયકલ પાસે લાવે છે. આ દરમિયાન માસુમ ની આંખ પર પાટા બાંધવામાં આવે છે, આંખો પરથી રૂમાલ હટાવીને સાયકલ પર નજર પડતા જ તે દાદાને ખુશીથી ગળે લગાવે છે.
બાળકની આ ખુશી દાદા દાદીની ખુશીને બમણી કરી દે છે, એટલું જ નહીં આ વિડીયો જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા અને તેમના બાળપણને યાદ કરવા લાગ્યા. હાલમાં આ વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, આ વીડિયોને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
આ વિડીયો ત્રણ જુલાઈના રોજ ઈન્સટ્રાગ્રામ પેજ ‘જિંદગી ગુલઝાર હૈ’ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શન માં લખવામાં આવ્યું છે કે બાળપણમાં સાયકલ મેળવવી એક અલગ જ ખુશી હતી. આ ક્લિપને આઠ લાખ 26 હજારથી વધારે વ્યૂઝ અને 87 હજારથી વધુ લાઈક્સ મળી છે. જેને જોઈને ઘણા યુવાનો તેમના બાળપણમાં જ ખોવાઈ ગયા.
કેટલાક લોકો ભાવુક પણ થઈ ગયા હતા, એક વ્યક્તિએ લખ્યું દાદા દાદી નો પ્રેમ. બીજા એ લખ્યું ભગવાન આપણને એટલું આપે કે જે રીતે આપણા માતા-પિતાએ આપણને ખુશ રાખ્યા છે. આપણે પણ તેમને તેનાથી વધુ ખુશ રાખવા જોઈએ, તો કેટલાક લોકોએ લખ્યું માત્ર આ ખુશી ક્યાંક ખોવાઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment