રાજકોટ શહેરમાં બનેલી એક દુખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 67 વર્ષના દાદીનું સવારમાં મૃત્યુ નીપજ્યું હતું. તે જ દિવસે સાંજે નવ વર્ષના પૌત્રનું મૃત્યુ નીપજ્યું હતું. એક જ દિવસે પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર દાદીને મેલરીયા થઈ ગયો હતો તેથી સિવિલ હોસ્પિટલમાં દાદીની સારવાર ચાલુ હતી. જ્યારે પૌત્ર પણ તાવ-કળતરથી પીડિત હતો, તેથી તેની પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન પહેલા દાદી અને ત્યારબાદ પૌત્રનું મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર એકમાં રહેતા ઉષાબેન નટવરભાઈ પિઠીયા નામના દાદી ને કેટલાય દિવસોથી તાવ હતો. તેથી પરિવારના લોકો શનિવારના રોજ ગુંદાવાડા હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે લઈ ગયા હતા.
ત્યાં જાણવા મળ્યું કે દાદીને મેલેરિયાની અસર છે તેથી તેમની ત્યાં સારવાર ચાલુ હતી. પરંતુ ગઈકાલે સવારે દાદીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. જેના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના લોકો સાંજે દાદીની અંતિમવિધિ પૂર્ણ કરીને ઘરે આવે છે. ત્યારે મૃત્યુ પામેલા ઉષાબેનનો પૌત્રનું દ્વારકેશની તબિયત બગડી જાય છે અને જેના કારણે તે બેભાન થઈ જાય છે.
તેથી પરિવારના લોકો તેને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દ્વારકેશનું પણ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દ્વારકેશના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકોને પગ નીચેથી જમીને સરકી ગઈ હતી.
એક જ દિવસે પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં પરિવારજનો સહિત આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના લોકોએ સવારે દાદીની અંતિમયાત્રા કાઢી અને સાંજે પૌત્રની અંતિમયાત્રા કાઢી આ દ્રશ્યો જોઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment