દાદીને દાદા પર આવ્યો પ્રેમ, દાદીએ દાદાને જાહેરમાં ગાલ પર કર્યું ચુંબન – જુઓ વિડિયો

87

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સામાન્ય રીતે આપણે યુવાનોને પ્રેમ કરતા જોયા હશે. ત્યારે સોશિયલ મીડિયામાં આ વૃદ્ધકપલ નો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @kethamma__avva


વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દાદા-દાદી જમીન પર બેસીને પોતાની સુખદુઃખની વાતો કરી રહ્યા છે. ત્યારે દાદીને દાદા પર પ્રેમ ઉભરાઈ આવે છે. અને દાદી દાદાના ગાલ પર ચુંબન કરે છે.

દાદીના ચુંબનથી દાદા નો ચહેરો લાલ લાલ થઇ જાય છે અને દાદા નવી દુલ્હન ની જેમ શરમાઈ જાય છે. દાદા દાદીનો આ પ્રેમ જોઈને યુવાન કપલ પણ ચોંકી ગયા છે. તમે જોયું હશે કે કોઈક વાર યુવાન કપલ રોડ ઉપર કે અંધારામાં ખૂણામાં કે પછી બાગ બગીચામાં પ્રેમ કરતા હશે.

પરંતુ આ દાદા-દાદી તો જાહેરમાં કરી રહ્યા છે પ્રેમ. આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં @kethamma_avva નામના યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં મૂક્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 60 લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.

આ ઉપરાંત એક કરોડથી પણ વધારે લોકોએ વીડિયો જોયો છે. વિડિયો ના કોમેન્ટ્સ બોક્ષમાં દાદા-દાદીનો આ પ્રેમ જોઈને લોકો નત-નવી કોમેન્ટ મારી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!