ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ઈલાહાબાદ હાઈકોર્ટ ઉત્તર પ્રદેશ સરકાર ને મહત્વના આદેશ આપ્યા છે. કોરોનાવાયરસ ના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.
ત્યારે ઉત્તર પ્રદેશમાં વધતા કોરોનાવાયરસ ને જોતા ઇલાહા બાદ હાઈકોર્ટે રાજ્યના યોગી સરકાર ને લોકડાઉન પર વિચાર કરવા માટે આદેશ આપ્યા છે.
કોર્ટે કહ્યું કે રાજ્યની સરકાર કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને પ્રભાવિત શહેરોમાં 2 થી 3 અઠવાડિયાનું પૂર્ણ લોકડાઉન લગાવવા પર વિચાર કરે અને સાથે જ હાઈકોર્ટે સરકારને ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ ની યોજના પર તેજી લાવવા.
તથા મેદાનોમાં કોવીડ કેર ઉભા કરવા માટે નિર્દેશ આપ્યા છે. અદાલતે કહ્યું કે જરૂર પડે તો સરકાર વધુ સ્ટાફ ની તૈનાતિ કરી શકે છે.
નોંધનીય છે કે આ મુદ્દે હાઇકોર્ટ 19 એપ્રિલ ના રોજ એફિડેવિટ માગ્યું છે.હાઇકોર્ટ ની બેન્ચ દ્વારા સુનાવણીમાં કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દેખાવું ના જોઈએ નહીં.
તો કોર્ટ પોલીસ સામે કાર્યવાહી કરશે. સરકાર વ્યવસ્થા કરે કે સામાજિક અને ધાર્મિક આયોજનોમાં 50થી વધારે લોકો સામેલ ન થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment