સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો વધારો ઘટાડો – જાણો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ….

Published on: 12:41 pm, Mon, 21 March 22

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજરોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજરોજ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ઘણા નાના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયા છે.

આજરોજ જયપુર, લખનઉ, ગુરુગમ જેવા બીજા કેટલાક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયા છે. નોઈડાની વાત કરીએ તો નોઇડામાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. જ્યારે લખનઉમાં ગઈ કાલ કરતા આજે પેટ્રોલ સસ્તું મળી રહ્યું છે. લગભગ ચાર મહિનાથી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.

પરંતુ આજરોજ કેટલાક નાના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. સૌથી વધુ મોંઘુ પેટ્રોલ રાજસ્થાન શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યું છે. અહીં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 116.43 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 100.53 રૂપિયા નોંધાયું છે.

દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.41 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 86.47 રૂપિયા નોંધાયો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 109.98 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 94.14 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.40 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 91.43 રૂપિયા નોંધાયો છે.

કોલકત્તામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.67 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.73 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.13 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 89.12 રૂપિયા નોંધાયો છે.

રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.89 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 88.89 રૂપિયા નોંધાયું છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 94.98 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ 88.99 રૂપિયા નોંધાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો વધારો ઘટાડો – જાણો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ…."

Leave a comment

Your email address will not be published.


*