ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડો ખરીદવા સરકારે આપી મંજૂરી, જાણો શું રહેશે ભાવ અને ક્યારે થશે ખરીદી?

329

આજરોજ અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ટેકાના ભાવે તુવેર,ચણા અને રાયડો ખરીદવા મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના.

ભાવે તુવેર, ચણા અને રાયડો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.અને આગામી 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી તુવેર નું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.ગ્રામ્ય લેવલે વીસી મારફતે થશે અને 1 ફેબ્રુઆરીથી 1 મે સુધી ખરીદી કરવામાં આવશે.

અને તુવેરની 6000 રૂપિયે ક્વિન્ટલ ભાવે ખરીદી થશે.અને 105 રૂપિયે માર્કેટ યાર્ડમાંથી ખરીદી કરવામાં આવશે.ચણાની નોંધણી 1 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી અંતર્ગત કરવામાં આવશે. તેની ખરીદી 16 ફેબ્રુઆરી થી 16 મે વચ્ચે કરવામાં આવશે.

અને ટેકાનો ભાવ 5100 રહશે અને 188 કેન્દ્રો પરથી ખરીદી થશે.રાયડામાં 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીએ રજીસ્ટ્રેશન થશેઅને આગામી 16 ફેબ્રુઆરીથી 16 જુલાઈ સુધી ખરીદી થશે. રાયડાનો ટેકાનો ભાવ 4650 પ્રતિ ક્વિન્ટલ રહેશે અને આ માટે 99 માર્કેટયાર્ડ ફાઇનલ કરવામાં આવ્યા છે.

ડાંગર મકાઇ ની ખરીદી પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી લંબાય છે અને ઉત્તરાયણના તહેવારને લઈને 68,80,000 પરીવારો ને રાહત ના ભાવે 1 ફેબ્રુઆરીથી એક કીલો ચણા ફ્રીમાં આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!