ગોપાલ ઇટાલીયા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કાંઈ કરતા નથી અને અહીં ખોટા વાયદા કરે છે…

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ કોંગ્રેસના વાયદાઓ પર મીડિયાને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસે આજે ખૂબ જ ઉતાવળમાં જેવી રીતે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપવાનું શરૂ કર્યું અને ગુજરાતના લોકોનો વિશ્વાસ જીત્યો તે જોઈને કોંગ્રેસની એવું થયું કે માલ દુકાનમાં જ પડ્યો રહેશે તેના કરતાં તો વેચી દેવાય તો વેચી દઈએ, એવામાં શું ખોટું છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે દિલ્હીમાં જેમ ખાલી કરવાનો ભાવ લગાડે એમ કોંગ્રેસ વાળા કહેવા લાગ્યા કે આ દઈ દઈશું, આ દઈ દઈશું. આવું કહેવું તે તેમનો અધિકાર છે કહેવામાં કંઈ ખોટું નથી. પરંતુ અરવિંદ કેજરીવાલ ની જેમ ભરોસો કેમ અપાવશે?

ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું, અરવિંદ કેજરીવાલ એ જ્યારે એમ કહ્યું કે અમે ગુજરાતમાં શાળા બનાવશું, ત્યારે સાથે સાથે એમ પણ કહ્યું કે દિલ્હીમાં અમે બનાવી છે. અરવિંદ કેજરી વાલે જ્યારે એમ કહ્યું કે અમે ગુજરાતીમાં મોહલ્લા ક્લિનિક બનાવશો. ત્યારે સાથે એમ પણ કહ્યું કે અમે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બનાવ્યો છે. એ સારી રીતે ચાલે પણ છે. 15 મી ઓગસ્ટ ના રોજ પંજાબમાં મોહલ્લા ક્લિનિક ચાલુ થઈ જશે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ એમ પણ બોલ્યા હતા કે ગુજરાતમાં અમે 300 યુનિટ વીજળી મફત આપીશું, ભરોસો આપતા કહ્યું હતું કે દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી મળી રહે છે. પંજાબમાં પણ 300 યુનિટ મફત વીજળી મળવાનું શરૂ થઈ ચૂક્યું છે.

ગોપાલ ઇટાલીયા એ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસનું કહેવું છે કે અમે ખેડૂતોને 10 કલાક મફત વીજળી આપશો, જો આપે તો તે સારી વાત છે. ગોપાલ ઇટાલીયા એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, રાજસ્થાન અનેક છત્તીસગઢમાં પણ ખેડૂતોને મફત વીજળી આપવા માટે કોંગ્રેસે વાયદા કર્યા હતા. પહેલા ત્યાં વીજળી આપો ત્યારબાદ ગુજરાતમાં મફત વીજળી આપવાની વાતો કરજો. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે કોંગ્રેસ જે રીતે વાતો કરી રહી છે તેના પર ભરોસો અપાવવા માટે કોંગ્રેસ પાસે કંઈ નથી. અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર સરકાર દિલ્હીમાં ચાલે છે. અરવિંદ કેજરીવાલ જી જે બોલે છે તે કરી બતાવે છે. દિલ્હીમાં પણ કરી બતાવ્યું છે અને પંજાબમાં પણ કરી બતાવશે. તેથી ગુજરાતની જનતા માને છે કે અરવિંદ કેજરીવાલ છે બોલે છે તે સો ટકા કરે છે.

ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ કહેવું છે કે, એ જે જાહેરાત કરી છે એમાંથી જે રાજ્યમાં તેમની સરકાર છે ત્યાં બે ટકા ત્રણ ટકા કે 20 ટકા જેટલું કામ લાગુ કરી બતાવો. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે સરકાર ચાલુ જ છે. રાજસ્થાનમાં ખેડૂતો માટે દસ કલાક મફત વીજળી કરી બતાવો, ખેડૂતોનું ત્રણ લાખ દેવું માફ કરી બતાવો, કોર્પોરેટર સેક્ટરમાં કામ કરી બતાવો. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોંગ્રેસ કાંઈ કરતું નથી અને અહીં વાયદા આપવા આવે છે. વધુમાં ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ભષ્ટ ભાજપ અને ઈમાનદાર આમ આદમી પાર્ટી વચ્ચે જ થવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*