સારા સમાચાર : કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ મામલે આપવામાં આવી છુટછાટ.

Published on: 11:21 am, Thu, 29 April 21

ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે જન્મ મરણના દાખલા માટે લાઇનમાં નહિ ઊભું રહેવું પડે. જન્મ અને મરણના દાખલા માટે હવે કોઈ સ્વજન ને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે.

ટૂંક સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે આપના મોબાઈલ ફોન ઉપર SMS થી આ અંગે ની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફતે જન્મ કે મરણ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.

મહાનગરો અને નગરપાલિકાના લોકોને પ્રમાણપત્ર મેળવવા લાઈનમાં ઉભુ રહેવું પડે છે. જેના દ્વારા પણ કોરોના સંક્રમણ ફેલાવાનો ભય રહેલો છે.

અને તે કારણે જ આ બારીઓ બંધ કરાવવામાં આવી છે. હવે જન્મ અને મરણ નું પ્રમાણપત્ર રૂબરૂમાં આપવામાં આવે અને ટેમ્પરરી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે.

1 એપ્રિલ 2021 થી 31 મી જુલાઇ 2021 દરમિયાન બનેલા કે બનનારા જન્મ-મરણના બનાવો કોરોના ને મહામારી ના કારણે વિશિષ્ટ સંજોગોમાં બની રહ્યા હોવાના કારણે 21 દિવસમાં નોંધાવી શકાય ન હોય.

તેવા 22 દિવસથી વધુ પરંતુ 365 દિવસ સુધી વિલંબિત જન્મ કે મરણ ના બનાવની નોંધણી માટે એફિડેવિટ કરવા માંથી પણ હાલ પૂરતી મુક્તિ આપવામાં આવી છે અને આ અંગે લેટ ફી વસૂલવામાં નહીં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સારા સમાચાર : કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ મામલે આપવામાં આવી છુટછાટ."

Leave a comment

Your email address will not be published.


*