કપાસમાં ક્વોલિટી વેરીએશન મોટા પાયે વધી ગયું હોઈ અને ભાવનો ગાળો પણ મોટો થઈ ગયો છે. સોમવારે કપાસના ભાવ લગભગ ટકેલા જોવા મળ્યા હતા.લોકલ કપાસના સારી ક્વોલિટીના જીનપહોંચ 1950 થી 1955 અને મહારાષ્ટ્રના સારી કવોલિટી ના કપાસ ના 1900 બોલાતા હતા.
સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હવે પાછળી વીણી અને ફરધર કપાસની આવક વધુ હોય ક્વોલિટી વેરીએશન બહુ જ મોટું થયું છે.હાલ જીનોમાં 1400 થી 1950 સુધીનો કપાસ મળે છે.ઉતારા અને કોડીનું વેરીએશન મોટું છે.હાલ જિનોને 1400 થી 1950 સુધીનો કપાસ મળે છે.ઉતારા અને કોડી નું વેરીએશન મોટું છે.
સોમવાર મુજબ કપાસ ના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટ માં 1480 થી 1985,અમરેલી માં 1305 થી 2004,સાવરકુંડલા માં 1415 થી 2000,જસદણ માં 1500 થી 1970,બોટાદ માં 1300 થી 2010,મહુવા 1000 થી 1992,ગોંડલ 1001 થી 2031, કાલાવડ માં 1100 થી 2000 જોવા મળ્યો હતો.
ભેસાણ માં 1450 થી 2020, ધારી માં 1545 થી 2000,લાલપુર માં 1405 થી 2000,ખંભાળિયા માં 1650 થી 1900,ધોર્લ માં 1558 થી 1917,પાલીતાણા માં 1300 થી 1950,સાયલા માં 1100 થી 1950,હારીજ માં 1525 થી 2035,ધનસુરા માં 1300 થી 1990 જોવા મળ્યા હતા
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment