રાજ્યના આ ખેડૂતો માટે સારા સમાચાર, સારું વળતર મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર.

138

સુરત જિલ્લામાં એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને એક વિધા નું 1 કરોડ 2 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. ચોરસ મીટર દીઠ જમીન ની બજાર કિંમત અને ચાર ગણું વળતર ગણી વીઘા જમીન દીઠ 1 કરોડ 2 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ પહેલા કલેકટર દ્વારા બુલેટ ટ્રેનના અસરગ્રસ્તો જેટલું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સારા વળતરની જાહેરાત ના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

આની સાથે પીએમ કિસાન યોજના આઠમા હપ્તા ની રાહ જોતા ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 1 એપ્રિલથી એટલે કે 2000 રૂપિયા 11.66 કરોડ ખેડૂતોના ખાતામાં આવવાનું શરૂ થઈ ગયું છે.

હકીકતમાં આજથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખાતામાં જમા થવાનું શરૂ થશે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર વાર્ષિક 6 હજાર રૂપિયા દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

6 હજાર રૂપિયાની રકમ સરકાર દ્વારા ત્રણ હપ્તા માં સિદ્ધિ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.ગુજરાત રાજ્યમાં કોરોના ની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે.

તો હાલમાં ખરાબ પરિસ્થિતિ નું સર્જન થઈ રહ્યું છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાક માં કોરોના ના 5469 કેસ નોંધાયા છે.

અને 2976 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!