ગુજરાતની જનતા માટે સારા સમાચાર : રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આટલા નવા કેસો નોંધાયા, જાણો વિગતો.

Published on: 9:50 pm, Sun, 27 June 21

ગુજરાતમાં દિવસે દિવસે કોરોના ના કેસો ઘટી રહ્યા છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા કોરોના કેસ ને લઈને એક આંકડો બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 112 કેસ નોંધાયા છે. અને કોરોના ના કારણે રાજ્યમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

ઉપરાંત રાજ્યમાં આજે પણ કોરોના માંથી સાજા થનારની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના ના કારણે 10051 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈ કાલ કરતા આજે કોરોના દેશ માં ઘટાડો જોવા મળ્યો છે.

આજરોજ રાજ્યમાં 305 દર્દીઓને કોરોના માંથી રિકવરી મળી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના થી 809506 લોકોને રિકવરી મળી છે.

અત્યાર સુધીના ગુજરાતમાં 24879127 લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે. તો આજે રાજ્યમાં 240985 લોકોને કોરોના ની રસી થાય છે.

રાજ્યમાં હજુ અમદાવાદ શહેરમાં કોરોના નવા 24 કેસો નોંધાયા અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નોંધાયો નથી. સુરતમાં આજે કોરા ના નવા 13 કેસો નોંધાય અને ગ્રામ્ય વિસ્તારમાં 7 કેસ નોંધાયા.

વડોદરામાં આજે 14 નવા કોરોના ના કેસો નોંધાયા અને ગામ વિસ્તારમાં 7 કેસ નોંધાયા છે. રાજકોટમાં આજે કોરોના નવા 8 કેસો અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!