મગફળીના ભાવ ને લઈને રાજ્યના ખેડૂતો માટે આનંદના સમાચાર, જાણો

Published on: 9:46 am, Thu, 22 October 20

કોરોના મહામારી ના કારણે મગફળીમાં પૂર્વેના સ્તરે પહોંચી ગઈ છે. ચીન, દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21 માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ઇન્ડિયન ઓઇલ સીડ અને પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મગફળી કન્વીનર કિશોર તેમના મતે ચીનમાં ઉત્પાદન ઘટવાથી ત્યાંથી મગફળીની સારી માંગ છે. તેમણે એમ પણ જણાવ્યું કે, ખરીફ પાક 2020 માં મગફળી નું બમ્પર ઉત્પાદન થવાથી ભારતીય મગફળી અન્ય ઓરીજન અમેરિકા.

તેમજ આર્જેન્ટિનાની તુલનાએ સસ્તી છે. આ વર્ષે નિકાસ ના ધંધામાં 10 ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે તેમજ તેનાથી વધારે એમની એક્સચેન્જ રેટ પર નિર્ભર રહેશે. ચીનમાં ભારતીય મગફળી ની આયાત પર 15 ટકા આયાત જકાત લાગે છે. જયારે આફ્રિકાથી સપ્લાય પર કોઈ જકાત નથી. વેપારીઓનું કહેવું છે.

કે નિકાસમાં થી વૃદ્ધિ થઇ શકે છે જો ભાડું ઘટે અને કન્ટેનર અને જહાજની ઉપલબ્ધતા વધે તો. નિકાસકારો નું કહેવું છે કે રોસ્તેડ અને ફ્લેવર્ડ સીંગદાણાની નિકાસ પણ વધી છે. મગફળીના પાક ની વધારે માંગ હોવાથી ખેડૂતોને પુરતા ભાવ મળી શકે છે.

ભવિષ્યમાં ખેડૂતોના મગફળીના પાકનું ઘટાડો થાય તેવી સંભાવના ખૂબ જ ઓછી છે.રાજ્યભરના ખેડૂતો માટે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે આ અત્યંત ખુશીના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!