પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ફાયદો થાય તે માટે પ્રધાનમંત્રી કિસાન સમાધિની યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં ખેડૂતોને ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવશે. આ ખેડૂતો માટે આર્થિક સહાય છે. આ યોજનામાં દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થાય છે.
આ યોજનામાં અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 8 હપ્તા નાખ્યા છે. આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યારબાદ તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે. .
આ યોજના હેઠળ ફક્ત ખેડૂતોને જ લાભ મળશે. જે ખેડૂત પાસે બે હેક્ટર એટલે કે પાંચ એકર ખેતીલાયક જમીન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે. જમીન જેના નામે છે તેને જ આ પૈસા મળશે.
પરંતુ જો કોઈ વ્યક્તિ આવક વેરા રિટર્ન ફાઇલ કરતો હશે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે આ યોજનામાં ડોક્ટર, વકીલ અને કે વગેરે આ યોજનાથી દૂર રહેશે.
તમારું નામ લિસ્ટમાં ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની https://pmkisan.gov.in/ ની ઓફીસીયલ વેબસાઇટ પર જવું પડશે. ત્યાર બાદ તમારે farmers coroner વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
અહીં તમારે Beneficiaries List ના વિકલ્પ પર ક્લિક કરો ત્યારબાદ એક લિસ્ટ સામે આવશે તેમાં તમારે રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવી પડશે ત્યારબાદ get report પર ક્લિક કરો. અને ત્યારબાદ તમે તમારું નામ ચેક કરી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment