મોટાભાગના ગુજરાતીઓ કેરી ખાવાના શોખીન હોય છે ત્યારે કેરી ખાવાના શોખીન અને તેમાં પણ ખાસ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરીનો કેસડો માણવાના શોખીનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં કેસર કેરીના મોટા મોટા બગીચાઓ આવેલા છે અને આ જિલ્લાના ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન કરીને સારી
એવી કમાણી કરે છે પરંતુ આ વખતે કેસર કેરીના ખેડૂતોને નુકસાન થવાની ભીતી ખૂબ વધારે છે.આ વર્ષે ખેડૂતોને નુકસાન થઈ શકે છે કારણ કે કેરીના પાકમાં આ વર્ષે હજુ સુધી મોર નથી આવ્યો. આમ સામાન્ય રીતે કેરીના ઝાડ ડિસેમ્બરના અંતથી લઈને જાન્યુઆરી સુધીમાં અંકુરિત થઈ જાય છે ત્યારે હજુ સુધી અંકુર ફૂટ્યા ન હોવાથી ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે ત્યારે આ
બાબતે અમરેલી જિલ્લા બાગાયત અધિકારી જેડી વાળા એ જણાવ્યું કે આ વર્ષે કેરીના પાકમાં અંકુર ન ફૂટવાની સમસ્યા સર્જાય છે અને પાક અંકુરિત થવામાં હજુ 20 દિવસનો વિલંબ થશે તેવો અંદાજ છે.કેરીનો પાક અંકુરિત ન થવા પાછળ મુખ્ય કારણ પર્યાવરણમાં બદલાવ છે ત્યારે આપને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં 58102 હેક્ટર જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર
કરવામાં આવ્યું છે. તેમાં મોટાભાગના છોડ કેરીના છે અને અમરેલીના સાવરકુંડલા ધારી ચલાલા ખાંભા તાલુકાના મોટાભાગના ખેડૂતો કેરી ઉગાડી અને કેસર કેરીની નિકાસ કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે.શિયાળાની ઋતુ દરમિયાન શરૂઆતમાં ઠંડીનું ઓછું જોર હોવાથી પાકને તેની સીધી અસર થઈ હતી તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ પર
ઉપર રહ્યો હતો.આપને જણાવી દઈએ કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગભગ 30 ટકા જેટલા મોર બેસે છે તેમજ ચોમાસા બાદ આંબો મોરની અવસ્થામાં આવી ગયા બાદ અંકુરિત થવાની પ્રક્રિયા શરૂ થાય છે જોકે સારા ઉત્પાદન માટે નવેમ્બરમાં પાકની પિયત અને ખાતર ઉપરાંત રોગનું ખૂબ ધ્યાન રાખવાનું રહે છે ત્યારે આ વર્ષે પાકમાં મોર ન આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment