કેરીના રસિયાઓ માટે સારા સમાચાર : બજારમાં કેસર કેરીનું આગમન, જાણો 10 કિલો કેસર કેરીનો ભાવ…

Published on: 3:06 pm, Wed, 27 April 22

ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે મોટેભાગના પાકને સારું એવું નુકશાન થયું હતું. ખાસ કરીને વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકસાન આંબાની થયું હતું. આ કારણોસર ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. ત્યારે આ વર્ષે ગયા વર્ષ કરતા કેરીના ભાવ પણ હમણાં જોવા મળશે.

આ વર્ષે 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ લગભગ 800 થી 1500 રૂપિયા ચાલી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કેસર કેરીનું આગમન તલાલા માર્કેટયાર્ડમાં થયું છે. આ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે 4000 બોક્સની આવક થઇ હતી. ત્યારે હજુ પણ આગામી સમયમાં કેરીના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવમાં રહેશે કારણ કે કેરીની આવક સામે કેરીની માંગ ખૂબ જ વધારે છે. આ વર્ષે કેસર કેરીનું આગમન પણ ખૂબ જ મોડું થયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આ તમામ કેરીના ભાવ બમણા થઈ ગયા છે. બજારમાં હજી કેસર કેરીની આવક ખૂબ જ ઓછી થઈ છે.

ચાલુ વર્ષે ગયા વર્ષ કરતાં કેરીના ભાવમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં બજારમાં બદામ, હાફુસ, ગોલા, સુંદરી, લાલ પટ્ટો, મોરસ અને રત્નાગીરી હાફુસ કેરીની આવક જોવા મળી છે. અલગ-અલગ કેરીના ભાવની વાત કરીએ તો, 1 કિલો બદામ કેરીનો ભાવ 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા ચાલી રહ્યો છે.

1 કિલો સુંદરી કેરીનો ભાવ 150 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો મોરસ કેરીનો ભાવ 120 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો લાલપટ્ટી કેરીનો ભાવ 140 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો પાયરી કેરીનો ભાવ 200 રૂપિયા ચાલી રહ્યો છે. 1 કિલો રત્નાગીરી હાફુસ કેરીનો ભાવ 250 રૂપિયા ચાલી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેરીના રસિયાઓ માટે સારા સમાચાર : બજારમાં કેસર કેરીનું આગમન, જાણો 10 કિલો કેસર કેરીનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*