રાજ્યમાં આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ભુક્કા બોલાવતી ગરમી પડી રહી છે. ત્યારે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસાને લઈને હવામાન અંબાલાલ પટેલ દ્વારા પણ એક મહત્વની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલા થઈ શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ગયા વર્ષ કરતા ચોમાસાનું આગમન વહેલું થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 25મે થી 8 જૂન વચ્ચે સારો વરસાદ રહેશે તેવી શક્યતાઓ છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ સિઝનનો સારો વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસાના આગમન સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સિઝનનો સારો એવો વરસાદ પડી શકે છે.
આ વર્ષે ગરમીની વાત કરી હતી રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ભારે ગરમીના કારણે રાજ્યની જનતા ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 20 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી શકે છે.
26 એપ્રિલ બાદ રાજ્યમાં અમુક શહેરોમાં તાપમાન 45 થી 46 ડિગ્રી સુધી પહોંચી જશે. ભારે ગરમીના કારણે વરસાદમાં બહાર આવશે સાથે આગળ હવે પવન ફૂંકાય શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થઇ શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ સાથે ચોમાસાનો આગમન થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment