સમગ્ર દેશમાં કોરોના ખૂબ જ બેકાબૂ બની ગયો છે. તેવામાં કોરોના કહેર વચ્ચે ખેડૂતો માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર આ વર્ષે 1 જૂનથી શરૂ થનાર ચોમાસુ સારા વરસાદ સાથે આગમન થશે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં 907 મિમી.વરસાદ પડવાની સંભાવના રહેશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના વિસ્તારમાં જૂનથી સપ્ટેમ્બર ચાર મહિના દરમિયાન 103 ટકા વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર ભારત દેશની વાત કરી હતી.
આગાહી મુજબ 880.6 મિમી વરસાદ પડવાની સંભાવના છે. આ સંભાવના ખેડૂતો માટે ખૂબ જ સારી છે. જો આ મુજબ વરસાદ પડે તો ખેડૂતોને ખેતરમાં પાક માં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.
હવામાન વિભાગની આગાહી મુજબ મહિના દરમિયાન વરસાદની પ્રમાણ જોવા જઈએ તો જૂન મહિનામાં 177 મિમી વરસાદ થઇ શકશે. જુલાઈ મહિનામાં 277 મિમી વરસાદ પડશે અને ઓગસ્ટ મહિનામાં 258 મિમી વરસાદ થવાની સંભાવના રહેશે.
સપ્ટેમ્બર મહિનામાં 197 મીમી વરસાદ થવાની સંભાવના રહેશે. જૂન મહિનામાં પશ્ચિમ બંગાળ તરફથી સારો વરસાદ પડશે. જુલાઈ મહિનામાં મહારાષ્ટ્ર, છતીસગઢ, ઓડિશા, અને આંધ્ર પ્રદેશમાં સારો વરસાદ પડશે. કર્ણાટકમાં ઓછો વરસાદ પડવાની સંભાવના રહેશે.
સપ્ટેમ્બર મહિનામાં સેક્સ મધ્યપ્રદેશને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં જેવા કે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં સારો વરસાદ પડશે અને મહારાષ્ટ્રમાં હવે મુંબઈ શહેરમાં જૂનના પહેલા અઠવાડિયામાં જ વરસાદ શરૂ થઈ જશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ખેતી માટે વરસાદ ખૂબ જ સારો પડશે કોઈ પણ ખેડૂતોને નુકસાન નહીં જાય વરસાદના કારણે તેવી હવામાન વિભાગની આગાહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment