દેશમાં ફરીથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણય લીધા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડેરી ક્ષેત્ર માટે વધુ એક મોટું પેકેજ જાહેર કર્યો છે. આ સમગ્ર માહિતી પ્રસારણ પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હવે લોકોની જેમ પશુઓ માટે પણ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.
અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પશુઓની સારવાર માટે કોઈપણ પ્રકારની સુવિધાઓ મળતી નથી અને સારવાર માટે ભટકવું પડે છે પરંતુ હવે ભટકવું નહીં પડે કારણ કે એમ્બ્યુલન્સ સેવાઓ શરૂ કરવામાં આવશે. આ પગલું પશુપાલન અને ડેરી ક્ષેત્ર ના વિકાસ માટે ખૂબ જ મોટું પગલું છે.
આ તમામ માહિતી અનુરાગ ઠાકુરે વરના રોજ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય તેમને જણાવ્યા હતા. આ ઉપરાંત તેમને કહ્યું કે સરકારે પશુપાલન વિકાસ યોજના જાહેર કરી છે. અંદાજિત આ યોજનામાં 54618 કરોડનું રોકાણ થશે.
આ ઉપરાંત તેમને કહ્યું કે આ પગલું ગ્રામીણ ભારત વિકાસ સાથે સંબંધિત છે. આ પગલાંથી ખેડૂતો અને પશુપાલકો નું જીવન બદલાશે.
આ માટે કેન્દ્ર સરકારે 9800 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પેકેજમાં ત્રણ મોટી યોજનાઓ સામેલ છે. જેમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન, પશુધન વિકાસ યોજના અને રાષ્ટ્રીય પશુ રોગ પ્રોગ્રામો નો સમાવેશ છે.
જેના સારા પરિણામોના આધારે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજનાનો મોટો ઉદ્દેશ પશુપાલકોને આવક વધે તે માટેનો છે અને તેના તમામ ખર્ચ તે દિશામાં જશે.
આ ઉપરાંત પશુપાલન અને ડેરી માટેના આ પેકેજ હેઠળ રસીકરણ, સારવાર, પરીક્ષણ માટે ગુણવત્તાયુક્ત સવર્ધન અને ડેરી ઇન્સ્ટ્રક્ચર માં રોકાણ કરવામાં આવશે. તેમજ પ્રાણીઓ માટે પ્રોસેસિંગ માટે માળખાગત સુવિધાઓ, રસીકરણ અને ચિલીંગ પ્લાન્ટ બનાવવામાં આવશે.
તે માટે ગુણવત્તા પરીક્ષણ માટેના ઉપકરણો પર ખર્ચો કરવામાં આવશે. કૃષિ અર્થવ્યવસ્થામાં ડેરી સત્ર નું યોગદાન જોઈએ તો ભારતમાં 28 ટકા યોગદાન મળે છે.
ડેરી ક્ષેત્રમાં વાર્ષિક આશરે 8 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. ભારત દેશ દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. આખા વિશ્વના 100 ટકા દૂધ ઉત્પાદન માંથી 20 ટકા ઉત્પાદન ભારત દેશ એકલો કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment