ખેડૂતો માટે ખુશીના સમાચાર : સરકાર દ્વારા PM કિસાન મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી, હવે ખેડૂતો ઘરે બેઠા…

Published on: 11:33 am, Thu, 24 June 21

દેશમાં કોરોનાની માહમારી વચ્ચે ખેડૂતો માટે આવ્યો એક મહત્વના સમાચાર. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થી ઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા pmkisan મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે.

હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ pmkisan મોબાઇલ એપ દ્વારા તેનું સ્ટેટસ ઓનલાઇન ચકાસી શકે છે. આ યોજનાનો લાભ લેનાર એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને તેના પર લોગ ઇન કરીને વધુ જાણકારી મેળવી શકે છે.

આ યોજનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 9.5 કવર કરતા વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ આપે છે. ખેડૂતોને આઠમાં હપ્તામાં 20000 કરોડ રૂપિયાની ફાળવણી ખેડૂતોની કરશે.

ડિજિટલ ઇન્ડિયા થોડાક સમય પહેલાં જ ટ્વિટ કરીને કહ્યું હતું કે #pmkisan યોજના હેઠળ તમામ ખેડૂતો આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમનું સ્ટેટસ જોઈ શકે છે.

આ રીતે ડાઉનલોડ કરીને તેનો યુઝ કરી શકો છો.
1. સૌપ્રથમ તમારી ગુગલ પ્લે સ્ટોર પર જઈને PM KISAN SCHEME MOBILE APP સર્ચ કરીને ડાઉનલોડ કરવાની રહેશે.
2. એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમને ઘણા ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
3. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે આધારકાર્ડ એડિટ કરવાથી લઈને ઇન્સ્ટોલમેન્ટ ચેક કરવા સુધીની તમામ ઓપ્શન મળશે.

4. ઇન્સ્ટોલેશન ચેક કરવા માટે ઇન્સ્ટોલેશન ઓપ્શન પર ક્લિક કરો ત્યારબાદ એક પેજ ખુલશે તેમાં તમારે બેનીફીટ સ્ટેટસમાં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા તો બેંક ખાતા નંબર એન્ટર કરવો પડશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લીક કરવાનું રહેશે અને તમે ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટ સ્ટેટસ તપાસી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર : સરકાર દ્વારા PM કિસાન મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી, હવે ખેડૂતો ઘરે બેઠા…"

Leave a comment

Your email address will not be published.


*