ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર : ખેડૂતોના ખાતામાં મોદી સરકારે મોકલ્યા 2000 રૂપિયા, આ રીતે ચેક કરો તમારું નામ…

Published on: 3:11 pm, Mon, 9 August 21

મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનામાં દર વર્ષે દેશના કરોડો ખેડૂતોને સરકાર તરફથી પૈસા આપવામાં આવે છે. ક્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 9.75 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 19500 કરોડ જેટલી રકમની ફાળવણી કરી હતી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખાતાધારકોને સરકાર દ્વારા 6000 રૂપિયા 2000 ના હપ્તામાં મળે છે. હા યોજના દરેક હપ્તામાં લાભાર્થી ખેડૂત ને 2000 રૂપિયાની રકમ ખાતામાં મળે છે.

મોદી સરકારનું માનવું છે કે ખેડૂતોની આ રકમ આપવાથી ખેડૂત પરિવારને પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળે છે. દેશના ખેડૂતો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યોજનાથી ખુશ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોજના 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

મળતા આંકડા મુજબ અત્યાર સુધીમાં દેશના 10.82 ખેડૂત પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે જમીન ખેડૂતના નામે હોવી જરૂરી છે.

આટલું જ નહીં ખેડૂત ના દાદા કે પિતાના નામે જમીન હશે તો પણ આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકો. આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ મળશે અને જે ખેડૂતો પાસે બે હેક્ટર કે તેથી ઓછી જમીન હશે તે જ આ યોજનાનો લાભ લઇ શકશે.

આ રીતે તમારું નામ ચેક કરી શકો છો.
1. આ યોજનાનો લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ https://pmkisan.gov.in પર જવું પડશે.
2. ત્યારબાદ હોમપેજ પર તમને Farmers Corner નો ઓપ્શન દેખાશે ત્યાં તમારે ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.

3. ત્યારબાદ તમારી સામે Beneficiaries List નામનો ઓપ્શન આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
4. ત્યારબાદ હવે dropdown list થી રાજ્ય, જિલ્લા અને ઉપ જિલ્લા સાથે બ્લોક અને ગામની વિગત ભરો
5. ત્યાર બાદ તમારે GET REPORT પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીનું લિસ્ટ સામે આવશે તેમાં તમારે નામ ચેક કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર : ખેડૂતોના ખાતામાં મોદી સરકારે મોકલ્યા 2000 રૂપિયા, આ રીતે ચેક કરો તમારું નામ…"

Leave a comment

Your email address will not be published.


*