ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે કોરોના ની બીજી લહેર ઓછી થઈ રહી છે અને મોટાભાગના શહેરોમાં કોરોના ના કેસ પણ ઘટી રહ્યા છે. રાજ્યની જનતાને સરકાર દ્વારા એક પછી એક કોરોના પ્રતિબંધોમાં થી રાહત આપવામાં આવી છે. એવામાં અમદાવાદ શહેરમાં AMTS અને BRST ની તમામ બસોને દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
AMTS ની 575 બસો શહેરમાં દોઢ છે આ ઉપરાંત BRTS ની 250 બસો દોડશે. આ બંને બસો 50% ની ક્ષમતા સાથે સોમવારના રોજ અમદાવાદમાં દોડશે. કોરોના ના તમામ નિયમોનું પાલન સાથે આ બસો જનતા માટે શરૂ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 500 થી પણ ઓછા કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના ના સંક્રમણના કારણે રાજ્યમાં 9 દર્દીઓ ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના ના કારણે 9985 લોકો મૃત્યુ પામ્યા છે.
રાજ્યમાં કોરોના માંથી સાજ થવાનો દર 97.36 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશન 69, સુરત કોર્પોરેશન માં 62, વડોદરા કોર્પોરેશન 51 અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 37 કોરોના ના કેસ નોંધાયા છે.
રાજકોટ કોર્પોરેશનમાં 24, સુરત ગ્રામ્ય વિસ્તારમાં 23 કેસ, જૂનાગઢમાં 20 કેસ, ગીર સોમનાથમાં 15 કેસ, નવસારીમાં 10 કેસ, આણંદમાં 11 કેસ આ બીજા અન્ય જિલ્લાઓમાં પણ કોરોના કેસ નોંધાયા છે.
કોરોના ના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2 વ્યક્તિના મૃત્યુ, સુરત કોર્પોરેશન માં 1 વ્યક્તિ, મહીસાગરમાં, નવસારીમાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, ભાવનગર, કોર્પોરેશન અને તાપીમાં એક વ્યક્તિના મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment