ગુજરાત રાજ્યના આ વિસ્તારમાં ઓચિંતા ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર, ખેડૂત આલમમાં આનંદની લાગણી

Published on: 9:41 am, Fri, 1 January 21

ગુજરાત રાજ્યમાં દાડમ હબ ગણાતા બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ પંથકમાં દાડમનું ઉત્પાદન અને ભાવ બંને ઘટતા પ્રગતિશીલ ખેડૂતોમાં નિરાશા સાથે હાલત કફોડી થવા પામી હતી.જોકે છેલ્લાં ત્રણ અઠવાડિયાથી બજારમાં થોડો સુધારો થતાં ખેડૂતોને રાહત સાથે આનંદની લાગણી પણ અનુભવી હતી અને ખેડૂત માં ખુશી જોવા મળી હતી. વેપારીઓના જણાવ્યા અનુસાર મહિનાના શરૂઆતની.

સરખામણીમાં ભાવોમાં 15 થી 20 રૂપિયાનો વધારો થવા પામ્યો હતો.સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં થતું હોય છે. અહીંના ખેડૂતો નર્મદાના કેનાલ ના આગમનમાં બાદ ખેડૂતો પરંપરાગત અને ચીલાચાલુ ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે.

જેમાં દાડમનો પાક મોકલે છે.કોરોના મહામારી વચ્ચે અનેક પરિસ્થિતિઓના કારણે અગાઉના વર્ષની સરખામણીએ 60% ઉત્પાદન ઓછું થવા પામ્યું છે. ડિસેમ્બર મહિનામાં કારણે ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

પરંતુ પાકની સંગ્રહ કરી રાખવી અશક્ય હોય.જે ભાવ મળ્યા તે ભાવે ખેડૂતો દાડમનું વેચાણ કરતા હતા આથી ખેડૂતોની હાલત કફોડી થવા પામી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!