ગોંડલની ગોળી નદીના પાણીના ભારે પ્રવાહમાં છકડો તણાયો, છકડો ચાલક જીવ બચાવવા… જુઓ વિડિયો…

117

ગુજરાત(રાજકોટ): ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ(Rain) મન મૂકીને વરસી રહ્યો હતો. ત્યારે ગઈ કાલે રાજકોટમાં(Rajkot) વરસાદે ભુક્કા કાઢી નાખ્યા હતા. ઉપરાંત ગોંડલ(Gondal) તાલુકામાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો. જ્યારે વરસાદના કારણે અનેક નદીઓ બેકાંઠે થઈ ગઈ હતી.

ત્યારે ગોળી નદી પર છકડો તણાઈ જવાની એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકામાં ભારે વરસાદના કારણે ગોળી નદી ગાડીતુંર બની હતી.

ત્યારે એક છકડો ચાલકે નદી પસાર કરી રહ્યો હતો ત્યારે અધવચ્ચે છકડાનું એન્જિન બંધ થઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહના કારણે ભારે છકડો તણાવા લાગ્યો હતો.

ત્યારે ચાલક નીચે ઉતરીને પોતાના છકડાને આગળ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ જોતજોતામાં તો છકડા સાથે ચાલક પણ તણાવા લાગ્યો હતો. ત્યારે છકડોચાલક છકડો મૂકીને પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે.

એક ગરીબ છકડાચાલક ની મજબૂરી હશે કે તેણે તેની રોજીરોટી નું સાધન ગુમાવી દીધું છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.

અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક પંથકોમાં વરસાદ મન મૂકીને વરસ્યો. આ ઉપરાંત ભારે વરસાદના કારણે રાજયની અનેક નદીઓ ગાડીતુંર બની છે. ઘણી જગ્યાએ તો ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ પણ જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!