દેશમાં સોનાના ભાવમાં દિવસેને દિવસે થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજનો ભાવ.

Published on: 2:49 pm, Mon, 14 June 21

દેશમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત સોનાના ભાવમાં થયેલો ઘટાડો. સતત ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી છે.

અમેરિકાની એક બેઠક પહેલા રૂપિયા સામે ફરી એક વખત ડોલર મજબૂત થયો જેના કારણે ભારત દેશમાં સોનાના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજનો 22 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો પ્રતિ 10 ગ્રામ 47730 રૂપિયા છે ત્યારે શુક્રવારે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47880 રૂપિયા હતો..

એક તરફ સોનાનો ભાવ ઘટ્યો હતો બીજી તરફ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 900 રૂપિયાનો વધારો થયો આજ નો ચાંદી નો ભાવ 72300 રૂપિયા છે. જ્યારે શુક્રવારે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 71400 રૂપિયા હતો.

ચેન્નઈ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 46060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 47730 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ ઉપરાંત 24 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે શુક્રવારના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 48880 રૂપિયામાં 150 રૂપિયાનો ઘટાડો થઈ ને 48730 રૂપિયા નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 48230 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 50230 રૂપિયા છે. પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ 71900 રૂપિયા છે.

આજે ચંદીગઢ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 47880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 52180 રૂપિયા પ્રતિ ગ્રામ છે. ચેન્નઈ શહેરમાં આજનો 22 કેરેટ સોનાનો ભાવ 45750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 49900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં સોનાના ભાવમાં દિવસેને દિવસે થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*