સોના અને ચાંદીના ભાવોમાં ફરી એક વખત ઘટાડો, જાણો આજનો સોના ચાંદીનો ભાવ.

Published on: 12:28 pm, Mon, 9 August 21

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાના ભાવની વાત કરે તો આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 600 રૃપિયાનો ઘટાડો થયો છે.

સોનાના ભાવમાં ઘટાડા સાથે સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 46029 રૂપિયા નોંધાયો છે. સોનાના ભાવની સાથે ચાંદીના ભાવમાં પણ દિવસે ને દિવસે ઘટાડો જોવા મળ્યો છે આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1400 રૂપિયાનો ઘટાડો થયો છે.

ચાંદીના ભાવમાં ઘટાડા સાથે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 63989 રૂપિયા નોંધાયો છે. આ ઉપરાંત ગ્લોબલ માર્કેટ ની વાત કરીએ તો આજે 4.4 ટકા સુધી ઘટાડો થાય છે અને 1722.06 પ્રતિ વર્ષ થઈ ગયું છે.

જ્યારે ચાંદી ના ભાવ ની વાત કરીએ તો ચાંદીમાં પણ 2.6 ટકાના ઘટાડા સાથે 23.70 ડોલર પર આવી ગયો છે. જો તમારે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવો હોય તો એક મિસકોલ દ્વારા જાણી શકો છો.

તમારા તેના માટે 8955664433 નંબર પર મિસ કોલ કરવાનો રહેશે ત્યારબાદ તમારા ફોન પર સોના અને ચાંદીના ભાવ નો રેટ આવી જશે.

આ ઉપરાંત સોના-ચાંદીની શુદ્ધતા ચેક કરવા માટે સરકાર દ્વારા BIS CARE APP એપ્લીકેશન બનાવવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી તમે સોનાની શુદ્ધતા ચેક કરી શકો છો અને ફરિયાદ પણ કરાવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!