હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મિત્રો ઘણી વખત કેટલાક લોકો નદી કે તળાવમાં નહાવાની મજા માણતા હોય છે. પરંતુ અમુક વખતે તેમની આ મજા તેમના માટે સજા બની જતી હોય છે. ત્યારે હાલમાં એક સાથે બે સગા ભાઈઓ પાણીમાં ડૂબી જવાના કારણે બંને પોતાના જીવ ગુમાવ્યા છે.
આ ઘટના બનતા જ મૃતક ભાઈઓના પરિવાર અને આસપાસના વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના હરિયાણાના કરનાલ જિલ્લાના લાલુપુર ગામ પાસે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો બંને ભાઈઓ પોતાના પિતા સાથે યમુના પૂજા કરવા માટે ગયા હતા.
ત્યારે બંને ભાઈઓ યમુના નદીના કિનારે બેસીને હાથ પગ ધોઈ રહ્યા હતા. ત્યારે અચાનક કંઈક એવું બન્યું કે 27 વર્ષીય મોટો ભાઈ દિપક યમુના નદીમાં લાગ્યો હતો. મોટાભાઈને ડૂબતા જોઈને 22 વર્ષીય નાનો ભાઈ પ્રશાંત મોટાભાઈ ને બચાવવા માટે યમુના નદીમાં કૂદી પડે છે. મિત્રો તમને જણાવી દઈએ કે બંને ભાઈઓ માંથી એકપણને તરતા આવડતું ન હતું.
જેના કારણે બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ આજુબાજુના ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ એ નદીમાં બંને ભાઈઓને શોધખોળ શરૂ કરી હતી. આ ઘટના બની આબાદ મૃત્યુ પામેલા ભાઈઓના પરિવારજનોએ કરનાર પ્રશાસન પર મદદ ન કરવા માટેનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર દીપક અને પ્રશાંત તેમના પિતા સાથે વીર બાબાની સમાધિના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે યમુના ની પૂજા કરવા માટે ત્રણેય બા બાપ દીકરો યમુના નદીના કિનારે ગયા હતા. આ દરમિયાન નદી કિનારે મોટો ભાઈ દીપક હાથ પગ ધોઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ તે પાણીમાં ડૂબા લાગ્યો હતો.
મોટાભાઈને બચાવવા માટે નાનુભાઈ પ્રશાંત પણ પાણીમાં પૂછ્યો હતો પરંતુ બંને પાણીમાં ડૂબવા લાગ્યા હતા. પિતાએ બંને ભાઈઓને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ બચાવી શક્યા નહીં. તારી નજર સામે જ બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment