વડોદરામાં 100 ફૂટ ઊંડા કૂવામાં પડેલી ભેંસને બચાવવા જતા બન્યું કંઈક એવું કે, એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો – જાણો સમગ્ર ઘટના

હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભેંસને બચાવવા જતા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામમાં પાડાથી બચવા માટે એક ભેસ કૂવા તરફ દોડી હતી. આ દરમિયાન ભેંસ કુવામાં પડી ગઈ હતી.

આ ઘટના બન્યા બાદ ભેંસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કૂવામાંથી ભેંસને બહાર કાઢતી વખતે દોરડું તૂટી જતા સાસરિયામાં આવેલા જમાઈ ભેંસની નીચે દબાઈ ગયા હતા, આ કારણોસર તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ફાયર વિભાગની ટીમે લગભગ રાત્રે 3:30 કલાકની ભાડે જહેમત બાદ ભેંસ અને યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. આ ઘટના બનતા જ વેજપુર ગામ સહિત સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ડેસર તાલુકાના વેજપુર વાટા ફળિયામાં રહેતા બુધાભાઈ સનાભાઇ પરમારની ભેંસ તેના પાડાથી ભડકીને દોડવા લાગી હતી.

આ દરમિયાન ભેંસ 100 ફૂટ ઊંડા કૂવામાં પડી હતી. આ ઘટના સોમવારના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ બની હતી. ત્યારબાદ ઉદાભાઈ ગામના લોકોની મદદથી ભેંસને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતા ઉદાભાઈના જમાઈ રાજુભાઈ મંગળાભાઈ પરમાર વેજપુર પહોંચી આવ્યા હતા.

ત્યારબાદ જમાઈ રાજુભાઈ ભેંસને બહાર કાઢવા માટે દોરડાની મદદથી 100 ફૂટ ઊંડા કૂવાની અંદર ઉતર્યા હતા. દોરડાથી ભેંસને બાંધીને બહાર કાઢતી સમયે અચાનક દોરડું તૂટી ગયું હતું. તેના કારણે ભેંસ જમાઈ રાજુભાઈ ઉપર પડી હતી. આ કારણોસર રાજુભાઈ પરમારનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના બન્યા બાદ ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. વડોદરા ફાયર વિભાગની ટીમે લગભગ ત્રણ કલાકની મહેનત બાદ કુવાની અંદરથી ભેસનું મૃતદેહ અને રાજુભાઈ પરમારનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*