ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક ની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. કોરોનાની મહામારી બાદ ગુજરાતમાં સતત હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના બનાવ વધી રહ્યા છે. સૌપ્રથમ મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળ્યા હતા અને પછી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.
ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. અહીં અયોધ્યા ચોકડીમાં રહેતા વ્યક્તિ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ગાંધીધામ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ ની વાડી ખાતેથી નિવેદ કરીને ઘરે જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન લાખના બંગલા પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી. એટલા માટે તેઓ ઘડીક વાર ઊભા રહી ગયા હતા. ત્યારે અચાનક જ તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. પછી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કમલેશભાઈ દામજીભાઈ માવદીયા હતું અને તેમની ઉંમર 56 વર્ષની હતી. આઠમના નિવેદ રાખેલા હોવાના કારણે તેઓ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં ગયા હતા.
નિવેદ પૂર્ણ થયા બાદ કમલેશભાઈ સ્કૂટર ચલાવીને 9:00 વાગ્યાની આસપાસ ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ તેઓ બેભાન થઈ ગયા હતા. પછી તેમને તરત જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. કમલેશભાઈ ના મોત ના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કમલેશભાઈના મૃત્યુના કારણે બે સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment