બોલો જય શ્રી રામ..! ભગવાન શ્રીરામના સ્વાગત માટે ગીતાબેન રબારી એ ગાયુ સુંદર ભાવુક ગીત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા વખાણ…

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારી નું ગીત શ્રીરામ ઘર આયે ટ્વિટ કર્યું છે. તેઓએ લખ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના દિવ્ય ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીરામના આગમનની રાહનો હવે અંત આવવાનો છે

ત્યારે ગીતાબેન રબારીએ સ્વાગત કરવા માટે આ ભજન ગાયું છે અને આ ભજન ખૂબ જ ભાવુક છે અને મિત્રો ગીતાબેન રબારી ના સુંદર ગીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે અને આ પહેલા ગીતાબેને જી 20 સમિટમાં પણ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા અને ડાયરામાં લોકોને મન મૂકીને નચાવનાર ગીતા રબારી કચ્છના રહેવાસી છે

અને તેમનો જન્મ 31 ડિસેમ્બર 1996 ના રોજ એક સામાન્ય પરિવારમાં થયો હતો. આપને જણાવી દઈએ કે ગીતાબેન રબારીને નાનપણથી જ ગાવાનો શોખ હતો અને તેઓ ગીતો અને લોકગીતના કાર્યક્રમોમાં લઈ જતા હતા અને અહીંથી જ ગીતાબેન ને ગાવામાં વધુ રસ પડ્યો હતો.મિત્રો આપણે જણાવી દઈએ કે

ગીતાબેન રબારી હવે તો વિદેશોમાં પણ પોતાના કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે 20 વર્ષની ઉંમર સુધી તેઓએ ગુજરાતમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું અને હવે તેના કાર્યક્રમમાં લાખો લોકો ભેગા થાય છે અને નવરાત્રી થી શરૂ થતા તમામ તહેવારોમાં ગીતાબેન રબારી ની ખૂબ જ માંગ ઉઠી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*