આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક વિડીયો યુપી માંથી સામે આવ્યો છે, યુપીના સહારનુપુરમાં માર્કેટમાં રાતે છોકરીઓએ દારૂ પીને ધમાલ મચાવી હતી. હકીકતમાં કેટલાક લોકો દારૂ પીને જઈ રહેલી છોકરીઓના વિડીયો બનાવવા લાગ્યા હતા. આથી છોકરીઓ વિફરી હતી અને લોકોને ગંદી ગાળો બોલવા લાગી હતી.
આ દરમિયાન તેમને શાંત પાડવા પોલીસ આવી તો તેમને પણ ગાળો થી ઝપટે ચઢાવી દીધા, અને તેમને પણ મા બેન સમાન ગાળો આપી હતી. સહારનુપર માર્કેટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સતત વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને એવું લાગે છે કે રાતનો સમય છે અને કેટલીક છોકરીઓ મધ્ય બજારમાં હંગામા મચાવતી જોવા મળે છે.
જેમ જેમ વિડીયો આગળ વધતો જાય છે તેમ તેમ ટોળું વધતું જતું હોય એવું લાગે છે. થોડા જ સમયમાં ઘણા બધા લોકો ભેગા થઈ જાય છે. પોલીસ કર્મીઓ સાથે પણ યુવતીઓ ગાળા ગાળી કરી રહી છે, મુખ્ય વિવાદ વિડીયો બનાવવાનો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર અલગ અલગ એંગલથી વાયરલ થઈ રહ્યો છે.
#सहारनपुर में सड़क पर महिला शक्ति का हाई वोल्टेज ड्रामा, पुलिस कर्मी का थोड़ा मोबाइल दी भद्दी भद्दी गालियां, महिला पुलिस के इंतजार में घंटों पुरुष पुलिसकर्मी सुनते रहे महिलाओं की गालियां।@saharanpurpol @digsaharanpur @Uppolice #UPPolice pic.twitter.com/ivP9A3pjJo
— ςђสŇdสŇ RคᎥ 🇮🇳💙 (@chandanmedia) July 18, 2023
એટલે કે માત્ર પોલીસે જ નહીં અનેક લોકો પોતાના મોબાઈલ ફોન થી આ યુવતીઓના વિડીયો બનાવી રહ્યા હતા. યુવતીઓ પુરા હોબાળામાં વિડીયો બનાવવાનો વિરોધ કરતી જોવા મળે છે પરંતુ કોઈ માનવા તૈયાર નથી થતા અને દરેક લોકો વિડીયો બનાવતા રહે છે. છોકરીઓએ વિડીયો ઉતારી રહેલા એક પોલીસ કર્મી નો ફોન પણ તોડી નાખ્યો હતો. આ પછી આખી ભીડ પોલીસ કર્મી તરફ જાય છે અને એટલામાં છોકરીઓ ફરી વિફરી બેસે છે.
આ દરમિયાન લોકો પણ ગાળા ગાળી કરતા જોવા મળ્યા હતા, જ્યારે તમે વીડિયોનો ઓડિયો સાંભળો છો, ત્યારે તમે સમજો છો કે છોકરીઓ કરતા વધુ અહીં ઊભેલી સંસ્કારી ભીડ ગાળો આપી રહી છે. લાંબા સમય સુધી ચાલેલા હોબાળા બાદ પોલીસે આ યુવતીઓની મેડિકલ તપાસ કરાવી હતી. સોશિયલ મીડિયા પર જણાવવામાં આવી રહ્યું છે કે જે બજારનો આ વિડિયો છે તે આખો વિસ્તાર બદનામ છે.
સૌથી મહત્વની વાત એ છે કે વિસ્તારને કુખ્યાત ગણવામાં આવી રહ્યો છે. તે સહારનુપુરનુ મુખ્ય બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન છે, આ સ્ટેશનની વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસના પેસેન્જર પણ રવાના થાય છે. આવી સ્થિતિમાં આ વિડીયો દ્વારા અનેક સવાલો ઉઠી રહ્યા છે પરંતુ લોકોને આ સવાલો સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને ખુશ છે અને તેને વાયરલ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment