આ ઘટનામાં 55 વર્ષીય નંજુંદપ્પા અને તેમની 48 વર્ષીય પત્ની ઉમાનું મોત થયું છે. બંનેનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ દીકરા મંજુનાથે લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નરાધમ દીકરાએ 15 ઓગસ્ટના દિવસે પોતાના માતા પિતાના ભોજનમાં જંતુનાશક દવા ભેળવી દીધી હતી. ભોજન કર્યા બાદ માતા પિતાની તબિયત બગડી ગઈ હતી અને પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
થોડાક દિવસો પછી તેમની તબિયત સારી થતા તેઓ ઘરે આવ્યા હતા. પરંતુ 23 ઓગસ્ટના રોજ અચાનક જ નંજુંદપ્પા અને તેમની પત્ની ઉમાનું નિધન થઈ ગયું હતું. ઘટનાને લઈને જ પોલીસે વધુમાં જણાવ્યું કે, માતા-પિતાના મોત બાદ દીકરા મંજુનાથે પોલીસને કહ્યા વગર માતા પિતાના અંતિમ સંસ્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ મૃત્યુ પામેલા દંપતીના બીજા દીકરાએ તેના માતા પિતાનું આકસ્મિત રીતે મોત થયું છે તે અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી પોલીસે પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે પતિ પત્નીના કુદરતી રીતે નહીં પરંતુ અ કુદરતી રીતે મોત થયા છે.
પછી પોલીસ દ્વારા મૃત્યુ પામેલા દંપતીના દીકરા મંજુનાથની પૂછપરછ કરવામાં આવી આ દરમિયાન તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. પછી પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મંજુનાથનું એક વિધવા મહિલા સાથે અફેર હતું. તે તેની પાછળ ઘણા બધા રૂપિયા ખર્ચીને આપતો હતો.
આ વાતની જાણ મંજુનાથના માતાને થઈ એટલે માતાએ બંનેના આ સંબંધનો વિરોધ કર્યો હતો. ઉપરાંત મંજુનાથે મહિલાને આપેલા પૈસા પણ માતાએ પાછા માગ્યા હતા. આ કારણોસર આરોપી દીકરાએ પોતાના માતા પિતાનો જીવ લઈ લીધો હશે. તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment