જો તમે વ્યસ્ત જીવનશૈલી વાળી આ જિંદગીમાં દરરોજ તમે ઓછી ઉંઘ લો છો તો તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. દરરોજ ઓછી ઊંઘ લેવાથી શરીર પર ખૂબ જ થાક અનુભવવા લાગે છે અને ઘણી વખત આપણે વિચારીએ છીએ કે રજાઓના દિવસમાં પૂરતું સૂવાથી સારું રહેશે પરંતુ એવું હોતું નથી.
આપને જણાવી દઇએ કે આ એક ફોટો રસ્તો છે જે ન માત્ર શરીરને સુસ્ત બનાવે છે પરંતુ તે તમારા સ્વાસ્થ્યને બગાડે પણ છે. જો તમારી ઊંઘ પૂરી થશે તો તમે સ્વસ્થ અને તાજગી અનુભવાશે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે આ પ્રકારની સમસ્યા ઉંઘ ન આવવાના કારણે થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે જો તમે પૂરતી ઉંઘ ન લોતો તમે ઘણા બધા રોગોનો શિકાર બની શકો છો.
મૂડ સ્વિંગ : યોગ્ય અને પૂરતી ઉંઘ ન લેવાના કારણે મગજ ખૂબ જ થાક અનુભવે છે અને આ થાકના કારણે મૂડ માં ઘણા બધા ફેરફારો થાય છે. જેમના વિશે આપણે સમજી શકતા નથી અને આવા સમયે હતાશા અને ચિંતા વધુ થઈ જાય છે. તેથી વ્યક્તિ હંમેશા છ થી આઠ કલાકની સારી ઉંઘ લેવી જોઈએ.
ખૂબ જ ઝડપથી વજન વધવુ : જો કોઈ વ્યક્તિ તેની સંપૂર્ણ એટલે કે પૂરી ઉંઘ લેતું નથી તો તેના વજન માં ફેરફાર આવવા લાગે છે. ઓછી ઊંઘ લેવાને કારણે મગજમાં અનેક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે જેમાંથી કેટલાક વધુ ખાઈ શકાય તેવું સૂચવે છે જેના કારણે વ્યક્તિ તેની માત્રા કરતાં વધારે ખાવાનું શરૂ કરે છે તેથી વજન વધી જાય છે.
ડાયાબિટીસ : નિષ્ણાંતોનું માનવું છે કે શરીરમાં ઇન્સ્યુલિન લેવલ ઘટવાને કારણે ડાયાબિટીસનો ખતરો વધી જાય છે અને આનું કારણ ઉંઘ પૂરી ન લેવું જ છે. જે લોકો પૂરતી ઉંઘ લેતા નથી તેઓમા બ્લડ સુગરનું પ્રમાણ વધુ હોય છે અને તેમને ટાઈપ ટૂ ડાયાબિટીસ નું જોખમ વધી જાય છે.
વારંવાર ચક્કર આવવા : જો ઘણા દિવસો સુધી ઊંઘ ન આવે અથવા પાંચ કલાકથી ઓછી ઊંઘ આવે તો તમારું મગજ થાક અનુભવી શકે છે અને તેના કારણે અચાનક ચક્કર આવી શકે છે. તો આવી પરિસ્થિતિમાં તમે પૂરતી ઊંઘ લો તેથી તમને થાક ન લાગે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment