આજના આધુનિક યુગમાં મોટેભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. દુનિયામાં તમામ જગ્યાએ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ ઉપયોગ કરવાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે અને ઘણા લોકો આ ગેર ફાયદાના ભોગ પણ બની રહ્યા છે. ત્યારે ડિજિટલ પ્લેટફોર્મનો શિકાર બનેલા એક યુવક વિશે આજે અમે તમને વાત કરવાના છીએ.
યુવકે લગ્ન માટે ઓનલાઇન જીવનસાથી શોધી લીધી પરંતુ હકીકત સામે આવતા યુવકની મુશ્કેલીઓમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. સમગ્ર મામલા વિશે વિગતવાર વાત કરીએ તો, ગુજરાતના પોરબંદરનો રહેવાસી એક યુવક છેલ્લા ઘણા સમયથી જીવનસાથી શોધી રહ્યો હતો. ત્યારે યુવકે મેટ્રોમોલિયન સાઈડ પર જીવનસાથી શોધવાનું નક્કી કર્યું હતું.
ત્યાર પછી તે ઓનલાઇન જીવનસાથી શોધવાની કામગીરીમાં લાગી ગયો હતો. સમય આવતા તેને ડિજિટલ પ્લેટફોર્મ પરથી એક જીવનસાથી મળી ગઈ હતી. ત્યારબાદ બંનેએ એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા. લગ્નના થોડાક સમય બાદ મહિલા આસામ તેના પિયરમાં ગઈ હતી અને ત્યારબાદ તે કોલ રીસીવ કરતી બંધ થઈ ગઈ હતી.
ત્યાર પછી ઘણો સમય જતા એક દિવસ વકીલનો ફોન આવ્યો અને યુવકને કહ્યું કે તમારી પત્નીની પોલીસે અટકાયત કરી છે. વકીલની વાત સાંભળીને તેના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી અને તે વિચારમાં પડી ગયો કે તેની પત્ની પોલીસે શા માટે પકડી હશે. ત્યાર પછી યુવકે સમગ્ર મામલાની તપાસ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે, તેને જે મહિલા સાથે લગ્ન કર્યા તે કોઈ સામાન્ય મહિલા નહીં પરંતુ એક ડોન છે.
દુલ્હન બનીને આવેલી મહિલાએ એક નહીં પરંતુ 5000 કારની ચોરીમાં સંડોવાયેલી છે. આ ઉપરાંત જીવ લેવાની ઘટના અને સ્મગલિંગ જેવા મોટા અને મહત્વના કહેવાતા ગુનામાં પણ તેનું નામ જોડાયેલું છે. આ બધી વાતની જાણ થતા જ પોરબંદરમાં રહેતા યુવકે પોરબંદર એસપીને અરજી પણ આપી છે.
ડોન દુલ્હનની વાત કરીએ તો, ગૂગલ પર રીટાનું નામ લખો આ મહિલાની ક્રાઈમની કુંડળી જોવા મળી હતી. ચોરી, લૂંટફાટ, ગેંડાનો શિકાર, સ્મગલિંગ સહિતના મોટા મોટા કેસમાં મહિલાનું નામ જોડાયેલું હતું. આ બધી વાતની જાણ થતા યુવકે તેની પત્નીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે મારી સાથે આ પ્રકારનું ખોટું કેમ કર્યું. ત્યારે પત્નીએ બિન્દાસ થઈને કહ્યું હતું કે, હવે શું થવું હતું તે તો થઈ જ રહ્યું… ત્યારબાદ તેને ફોન કાપી નાખ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment