લ્યો બોલો..! સગપણ ન થતા આટકોટમાં રહેતા એક યુવકે એવું પગલું ભરી લીધું કે… આખો પરિવાર દોડતો થઈ ગયો… જાણો સમગ્ર ઘટના

મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં નાની નાની વાતમાં આજકાલના યુવાનો અથવા તો યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આટકોટમાં આવેલા કૈલાશ નગરમાં રહેતા એક યુવકે સગપણ ન થતાં પોતાનું જીવન ટુંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર યુવકની પરણવાની ઉંમર થઈ ગઈ હતી અને કોઈપણ જગ્યાએ સગપણનો મેળ પડતો ન હતો. જેથી યુવકે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બનતા જ પરિવારના લોકો યુવકને તાત્કાલિક સૌ પ્રથમ જસદણ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા.

રાજકોટમાં યુવકની સારવાર થાય તે પહેલા તેનું મૃત્યુ થઈ ગયું હતું. દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મૃત્યુ પામેલો યુવક ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો. તે ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ ઘટના બનતા જ પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યું છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ મનસુખ ગોવિંદભાઈ કલાણીયા હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. મનસુખે બપોરના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ વાતની જાણ થતા જ પરિવારના લોકો મનસુખ ને સૌપ્રથમ સારવાર માટે જસદણ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અહીં.

રાજકોટમાં સારવાર દરમિયાન મનસુખે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે આવી હતી. સમગ્ર ઘટનાને લઈને આટકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મનસુખની ઉંમર વધતી જતી હતી અને તેનું સગપણ થતું ન હતું.

જેના કારણે મનસુખ ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો અને ટેન્શનમાં અને ટેન્શનમાં તેને આ પગલું ભરી લીધું હતું. તેવું પરિવારજનો એ જણાવ્યું છે. પરિવારના મોટા દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*