કબજિયાતની સમસ્યાથી કાયમ માટે છુટકારો, આ પાણી પીવાથી માત્ર 5 મિનિટમાં તમારું પેટ થઈ જશે સાફ…

Published on: 5:17 pm, Wed, 11 May 22

આજની યુવા પેઢીની આચરકૂચર ખાવાની ખરાબ ટેવ ક્યારેક ભયંકર બની જતી હોય છે. તેવામાં આજના યુવાઓ ક્યારેક ફાસ્ટ ફૂડની દુનિયામાં તેનો ભોગ બનીને બીમારીના શિકાર પણ બની જાય છે. ત્યારે બહારનો ખોરાક ખાવાથી હંમેશા પેટ હારે જ રહેતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ફાસ્ટ ફૂડની દુનિયામાં લોકો બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે.

ક્યારેક વધુ પડતા ખોરાકને લઈ ને લોકોને પેટ ભારે લાગે છે અથવા તો ચાલવામાં પણ આળસ આવે છે. એવામાં કેટલાક લોકો ભોજન પછી સીધા પથારી માં સુઈ જાય છે જેના કારણે આપણી પાચન ક્રિયા નબળી અને ધીમી થઈ જાય છે. તેથી લોકો ખાધેલો ખોરાક પચતો નથી અને કબજિયાત નો ભોગ બનીએ છીએ. કબજિયાત થવાનું મૂળ કારણ પાચનક્રિયા ધીમી થઇ જવાથી થાય છે.

તેથી સૌ કોઈ લોકોએ આહારમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને મેંદા વાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે મેંદા વાળી વસ્તુ ખાવાની મજા આવે છે પરંતુ એ શરીરને ખૂબ જ હાનિકારક નીવડે છે. બહારનું ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરી દેવું જોઈએ અને જેના લીધે કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

અને જે કોઈ લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે સવારે એક બે વાર મળ સાફ કરવા અને મળ સાફ ન થાય તે માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. તેનાથી કબજિયાતનો ભોગ બનનાર વ્યક્તિને પાંચ જ મિનિટમાં મળ ને છૂટો કરી પેટને સાફ કરવામાં મદદ કરશે.

કબજિયાત દૂર કરવા માટે આ ઉપાય કબજિયાત નો ભોગ બનનાર વ્યક્તિને ઉપયોગી નીવડશે કે જેમાં સૌથી પહેલા 1 ગ્લાસ પાણી ને હૂંફાળું ગરમ કરો ત્યારબાદ એ પાણીમાં આખા લીંબુનો રસ કાઢો જેમાં ચપટી જેટલું મીઠું ઉમેરો અને અડધી ચમચી જેટલો વાટેલો અજમો અને તેને બરાબર હલાવી નાખો અને આ પાણી સવાર માં સીધો ઊઠીને બનાવી લેવાનું છે.

ત્યારબાદ નીચે પલોઠી વાળીને બેસી તરત જ પી લેવાનું અને પછી જ બ્રશ કરવાનું ત્યારબાદ તમારે થોડું ચાલવાનું છે અને જેથી કરીને ખૂબ જ ઝડપથી પ્રેશર આવશે અને પીણું પીધા ના પાંચ મિનિટમાં જ તમને પ્રેશર આવશે. આવો આયુર્વેદિક પીણું પીવાથી આંતરડામાં જમા થયેલો બધું જ વધારા નો બગાડ છૂટો પડી જશે અને પેટ એકદમ સાફ થઈ જશે. આ પીણું બનાવવાની આયુર્વેદિક ઉપાય નિયમિતપણે કરવાથી કબજીયાતથી પીડાતા દર્દીઓને ખુબ જ ઉપયોગી નીવડશે અને જેના લીધે તેમનું પેટ પણ હલકો રહેશે અને સાફ રહેશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!