ગરબા ગુજરાતની સંસ્કૃતિ અને આસ્થા છે, તેના પર GST લગાડી વેપાર ના કરવો જોઈએ : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ મીડિયા ને સંબોધતા કહ્યું કે દિવસે વધી રહી છે પરંતુ ભાજપને દૂધ છાશથી લઈને ગરબાના પાસ પર GST લગાવવામાં કોઈ બાકી રાખી નથી. પેટ્રોલ ડીઝલ દિવસે ને દિવસે મોંઘુ થઈ ગયું છે પણ હવે સીએનજી અને એલપીજી થી લઈને વીજળી ના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

આટલી બધી મોંઘવારી વચ્ચે ભાજપે ગરબા રમવાના પાસ પર 18% જીએસટી લગાવવાનો નિર્ણય કર્યો છે અને આજે સમગ્ર ગુજરાત આ ખબર જાણીને દુઃખમાં છે તેવું આમ આદમી પાર્ટીના ઈશુદાન ભાઈ ગઢવી એ કહ્યું હતું. હિન્દુસ્તાનમાં ગુજરાતની ઓળખાણ ગરબા થી છે અને ગરબા પ્રેમીઓ અને હિન્દુ સમાજની લાગણી દુભાવ તો ભાજપ

એ નિર્ણય લીધો છે તેઓ ગંભીર આક્ષેપ પણ લગાવ્યો હતો. ભાજપ સરકારે કહ્યું કે ગરબાનું આયોજન કરવા વાળા રૂપિયા કમાય છે એટલે અમે જીએસટી લગાવીએ છીએ તો આઇપીએલ વાળા કમાય છે એમના પર જીએસટી કેમ નથી લગાવવામાં આવતો?ગુજરાતમાં ગેસની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોના કાર્ડ દરમિયાન વેપાર

ધંધાને પડેલી ખરાબ અસર બાદ સામાન્ય વર્ગ લોકો માટે સ્થિતિ કપરી બની ગઈ છે. સીએનજી ગેસ ની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને બીજી તરફ લોટ દઈ પર પણ જીએસટી ભાવ વધારો થઈ રહ્યો છે. સીએનજી માં સબસીડી આપવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*