મિત્રો જીવનમાં સખત મહેનત અને સંઘર્ષ કરવાથી એક દિવસ સફળતા જરૂર મળે છે. ત્યારે આજે આપણે ગુજરાતના એક એવા જ કલાકારની વાત કરવાના છીએ. જે હોય દિવસ રાત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. આજે ગુજરાતના નાના બાળકોથી લઈને વડીલ પણ તેમને ઓળખે છે.
આજે આપણે ગુજરાતના ફેમસ કલાકાર એવા ગગુડીયા વિશે વાત કરવાના છીએ. તેમના જીવનની વાત કરીએ તો, તેમનું સાચું નામ ભોલાભાઇ છે. તેમનો જન્મ એક ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. ભોલાભાઈ એક પણ ચોપડી ભણ્યા નથી. તેમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.
પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે તે માટે ભોલાભાઈ સુરતમાં દરજી કામ કરવા માટે આવ્યા હતા. સુરતમાં દિવસ રાત મહેનત કરીને ભોલાભાઈ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમને નાટકનો ખૂબ જ શોખ હતો. તેઓ દિવસ રાત-મહેનત કરતા હતા અને રાત્રે પોતાના મનોરંજન અને શોખ માટે નાટક જોવા માટે જતા હતા.
ધીમે ધીમે ભોલાભાઈ એ પણ નાટકમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ભોલાભાઈ લોકોની વચ્ચે જાણીતા બની ગયા. તેઓ ધીમે ધીમે આખા ગુજરાત રાજ્યમાં ગગુડીયાના નામે ફેમસ થઈ ગયા. આજે હજારોની સંખ્યામાં તેમના ચાહકો છે. તેમના નાટક જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે.
તેઓ એટલા ફેમસ થઈ ગયા કે દેશ-વિદેશમાં પણ નાટક કરે છે. તેમના નાટક જોઈને માંદા માણસોના ચહેરા પર પણ ખુશી આવી જાય છે. એક સમયે દરજી કામ કરનાર યુવક આજે ગુજરાતના ઘર ઘરમાં જાણીતો થઈ ગયો છે. લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે.
સાથે તેઓ લાખો રૂપિયાની આવક પણ કરે છે. આજે ખૂબ જ મોટા કલાકાર બની ગયા છતાં પણ ભોલાભાઈ પોતાના ગામમાં જ સાદુ જીવન જીવે છે. ભોલાભાઈ ગામમાં જ પોતાનું જીવન વિતાવવા માંગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment