ગોંડલના જયરાજસિંહ જાડેજાના દિકરા ગણેશે પોતાના લગ્ન અધવચ્ચે મૂકીને, કર્યું એવું અનોખું કામ કે… આખા દેશમાં થઈ રહી છે તેમની વાહ વાહ…

Published on: 7:47 pm, Sun, 19 February 23

આજકાલ સોશિયલ મીડિયા પર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે તેમાં એક સુંદર અને દિલ ખુશ કરી દે તો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના એકના એક પુત્ર ચી. ગણેશ ના લગ્ન ઉત્સવ ની શરૂઆત થઈ ગઈ હતી.

સમગ્ર ગોંડલ પથકમાં હરખનો માહોલ હતો, રાજ્યના મુખ્યમંત્રીથી લઈને અધિકારી પદાધિકારીઓ સૌ કોઈની લગ્ન પ્રસંગે ઉપસ્થિતિ હતી. સૌ પરિવારજનો અને કાર્યકરો મહેમાનોને આવકારવા આતુર હતા.

આવા સમયમાં સુરેશ્વર રોડ પર રહેતા વૃદ્ધા વજીબેન સોલંકી યુવા નેતા ગણેશભાઈ તેમજ નગરપાલિકા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા ને રજૂઆત કરી કે મારા દીકરાની ઉંમર 40 વર્ષ છે. જન્મથી જ બંને પગમાં પોલિયો છે અને તેમાં પણ ત્રણ પૈડા વાળી સાયકલ લઈ મારો દીકરો બજારમાં જતો હતો અને અકસ્માત થયો છે.

એક પગ બિલકુલ ભાંગી ગયો છે, છેલ્લા 24 કલાકથી ઝૂંપડામાં અસહ્ય દુખાવાના કારણે કણસે છે અમારી પાસે નથી કોઈ પૈસા કે નથી સરકારનું આયુષ્યમાન કાર્ડ કે કોઈ ડોક્યુમેન્ટ, આ વાત સાંભળી વરરાજાનું હૃદય દ્રવી ઉઠ્યું અને હજારોની જન્મ મેદની માંથી સમય કાઢી અને તાત્કાલિક ગોંડલના સેવાભાવી અને નામાંકિત ડોક્ટર દીપક વાડોદરિયા સાહેબને સંપૂર્ણ હકીકત વર્ણવી હતી.

તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં અરવિંદભાઈ ને દાખલ કરી ડોક્ટર વાડોદરિયા સાહેબ પોતાની ટીમ લઈને માનંદ સેવા આપી એક પણ રૂપિયાના ખર્ચ વગર સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું. દર્દી તેમજ તેમના માતાએ વરરાજા ને તેમજ ડોક્ટરને અંતરથી આશીર્વાદ આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોંડલના જયરાજસિંહ જાડેજાના દિકરા ગણેશે પોતાના લગ્ન અધવચ્ચે મૂકીને, કર્યું એવું અનોખું કામ કે… આખા દેશમાં થઈ રહી છે તેમની વાહ વાહ…"

Leave a comment

Your email address will not be published.


*