Galaxy F23 5G: Samsung 8 માર્ચ લોન્ચ કરવા જઈ રહ્યું છે પોતાનો પ્રીમિયર સ્માર્ટફોન – જાણો અલગ-અલગ ફીચર્સ…

Samsung 8 માર્ચના રોજ પોતાનો એક નવો 5G ફોન લોન્ચ કરવા જઇ રહી છે. Samsung Galaxy F23 ભારતમાં 8 માર્ચના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ફોનનું સેલિંગ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ ના માધ્યમથી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ 8 માર્ચના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ ફોન લોન્ચ કરવામાં આવશે.

Samsungએ Galaxy F23 5G માં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવશે. Galaxy F23 5G માં સ્માર્ટફોનમાં Qualcomm Snpdragon 750G ચિપસેટ આપવામાં આવશે.

Galaxy F23 5Gમાં ગોરીલા ગ્લાસ 5ની પ્રોટેક્શન રહેશે. મળતી માહિતી મુજબ Samsungએ Galaxy F23 5Gની કિંમત 20 હજાર સુધી રહી શકે છે. Galaxy F23 5Gમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ આપવામાં આવશે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનું માઈક્રો લેન્સ રહેશે. 8 મેગાપિક્સલનું એક અલ્ટ્રા વાઈડ લેન્સ પણ આપવામાં આવશે.

Galaxy F23 5Gમાં Galaxy F સિરીઝના કેમેરા મોડલમાં પણ થોડો બદલાવ કરવામાં આવી રહ્યો છે. Galaxy F23 5Gની કિંમત શું હોઈ શકે છે? તે મહત્વની વાત છે કે, કેમ કે કંપની તેને બજેટથી મિડ રેન્જ સેગમેન્ટમાં રાખવા જ ઈચ્છશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*