પત્નીના અંતિમ સંસ્કાર કર્યા, પછી આઘાતમાં પતિનું પણ કરુણ મોત… આખી ઘટના સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણને રડવું આવી જાય છે. પતિ પત્નીનો સંબંધ સાત જન્મો સુધીનો હોય છે એવું માનવામાં આવે છે. પતિ પત્ની વચ્ચે લગ્નથી લઈને અંતિમ સંસ્કાર સુધી સાથે રહેવાની વાત ઘણીવાર થતી હોય છે. આવો જ એક કિસ્સો મંગળવારે શાહબાદના મઢૈયા તુલસી ગામમાં આ વાત હકીકત બની ગઈ.

તેને જાણીને તમે પણ ચોકી જશો, પત્નીના અંતિમ સંસ્કાર કર્યા પછી તરત જ પતિએ પણ શ્વાસ છોડી દીધો હતો. બંનેના અંતિમ સંસ્કાર એક સાથે જ એક જ જગ્યા પર માત્ર દોઢ કલાકના તફાવત સાથે કરવામાં આવ્યા હતા. વિગતવાર જાણીએ તો શાહબાદના મઢૈયા તુલસી ગામના રહેવાસી મેવારામ ની પત્ની દેવનીયાનું મંગળવારે સવારે અવસાન થયું હતું.

માહિતી મળતા પરિવારજનો અને સંબંધીઓ એકઠા થઈ ગયા અને સાંજે પરિવારના સભ્યો અંતિમ સંસ્કાર કરવા રામગંગા ઘાટ પર પહોંચ્યા હતા. મેવારામ તેની પત્નીના મૃત્યુ પર વિશ્વાસ કરી શક્યા નહીં. અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ થયા પછી મેવારામ તેની પત્નીના અંતિમ દર્શન કર્યા પછી તેમના મૃતદેહને મુખાગ્નિ આપી હતી.

આ પછી તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું હવે હું તારા વિના કેવી રીતે જીવી શકીશ. આ બોલ્યાની થોડીવાર પછી મેવારામ તેની પત્નીની સળગતી ચિતાના બરાબર પાછળના ભાગે પડી ગયા. જ્યારે પરિવારના લોકોએ તેને ઉઠાડવાની કોશિશ કરી ત્યારે તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો.

તેના પુત્રો રમેશ અને રામપાલ તેને તાત્કાલિક CHCમાં લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, બંને પુત્ર હજુ પણ પિતાના મૃત્યુ પર વિશ્વાસ ન કરતા તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પણ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, પત્ની થી અલગ થવાના વિરહમાં રામગંગા ઘાટ પર મેવારામના મૃત્યુની ઘટના બધાના હોઠ પર રહી.

તેમના અઢુટ પ્રેમની ચર્ચા થતી હતી પત્નીથી અલગ થવાને કારણે મેવારામના મૃત્યુ પછી તેમના પુત્રો રમેશ અને રામપાલ બેભાન થઈ ગયા હતા. પરિવારના સભ્યોએ તેમની પત્નીના અંતિમ સંસ્કારની ચિતાની બાજુમાં જ મેવારામની ચિતાને શણગારી હતી અને મોટા પુત્ર રમેશે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*