કપાસના ભાવમાં ફુલ તેજી, જાણો આજનો સૌથી ઊંચો ભાવ.

140

હોળી અને માર્ચ એન્ડિંગ ના કારણે જીનો આઠ થી દસ દિવસ બંધ રહેતા કપાસિયામાં શોટેજ ની સ્થિતિના કારણે તેમાં ભાવ સુધાર્યા હતા અને તેનો ટેકો કપાસના ભાવ ને મળ્યો હતો. કપાસિયા તેલ પણ વધીને 1290થી બોલવાનું ચાલુ થતાં.

તેની સીધી અસર કપાસ પર જોવા મળી છે. ગઈકાલે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને 35 થી 40 હજાર મણ ની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક શુકવારે ઘટીને 8 થી 10 ગાડી ની હતી.

અને ભાવ ₹1050 થી 1270 બોલતા હતા જ્યારે કાઠિયાવાડના કપાસની આવક 15 થી 20 ગાડીની હતી અને તેના ભાવ 1150 થી 1280 બોલ્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ઘટીને ત્રીસ હજાર મણની થઈ હતી અને કપાસ ના ભાવ નીચામાં ₹ 1100 થી 1125 અને ઊંચામાં 1300 થી 1325 બોલાયા હતા.

આજના કપાસના ભાવ ની વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડ માં સૌથી ઊંચો ભાવ બોલાયો હતો. રાજકોટ,અમરેલી, ગોંડલ,બાબરા વગેરે માર્કેટયાર્ડમાં 1300+ ના ભાવો રહ્યા હતા. સૌરાષ્ટ્રના બોટાદમાં 1390 રૂપિયા સૌથી વધારે કપાસના ભાવ રહ્યા હતા.

કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટ 1175 થી 1134, અમરેલી 745 થી 1331, સાવરકુંડલા 950 થી 1200, જસદણ 1150 થી 1300.

બોટાદ 1150 થી 1390, મહુવા 915 થી 1215,ગોંડલ 951 થી 1311, જેતપુર 1050 થી 1271, મોરબી 1000 થી 1200, રાજુલા 1000 થી 1291 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!