સંયુક્ત કિસાન આંદોલનમાં ભવિષ્યને લઈને સિંધુ બોર્ડર પર એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠક બાદ ખેડૂત નેતાઓએ જણાવ્યું કે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે તેઓને પડતર માંગણીઓ પર ચર્ચા કરવા બોલાવ્યા હતા. એ પછી વાતચીત માટે પાંચ નેતાઓની એક પેનલ બનાવી હતી.
આંદોલનનું સ્વરૂપ, દશા અને દિશા ને લઈને ખેડૂત સંગઠનો આ બેઠકમાં ચર્ચા કરી હતી.સંયુકત કિસાન મોરચાએ ખેડૂતોની બાકી માંગણીઓ પર સરકાર સાથે વાતચીત માટે પાંચ નેતાઓ ચૂંટી કાઢયા છે. જેમાં યુદ્ધવીર,અશોક થાવલે,બલબીર સિંહ,ગુરૂનામ સિંહ ચઢુની અને શિવકુમાર ક્કકા ના નામ શામેલ છે.
જોકે, દિલ્હીની સરહદ પરથી ખેડૂતોને હટવા પર સ્પષ્ટ કહેવાયું છે કે, ત્યારે ખેડૂતો પર નોંધાયેલા કેસ સરકાર પરત નહીં લે ત્યાં સુધી તેઓ પાછા ફરવાના નથી. કિસાન નેતા દર્શન પાલ સિંહે આ માહિતી આપી હતી. તમામ ખેડૂત સંગઠન આ માંગણી પર સહમત રહ્યા છે.
બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં કિસાન નેતાઓએ કહ્યું કે મોરચાની આગામી બેઠક 7 ડિસેમ્બરે થશે અને ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. ખેડૂતો MSP છેલ્લા એક વર્ષમાં આંદોલનકારી ખેડૂતો સામે થયેલા કેસ પરત ખેંચવા જેવી માંગણીઓને લઇને આંદોલન જારી રહેશે.
મંગળવારે કેન્દ્રએ સંયુકત કિસાન મોરચા પાસે MSP સહિત અન્ય મુદ્દાઓ પર વાતચીત માટે 5 નામ માંગ્યા હતા.એ જ દિવસે કિસાન સંયુકત કિસાન મોરચાના નિવેદન આપતા કહ્યું હતું કે કેન્દ્ર તરફથી ફોન તો આવ્યા પણ ઔપચારિક કોઈ સંદેશ નહોતો મળ્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment