સુરતની તાપી નદીમાં નાહવા ગયેલા મિત્રો એકબીજા ની નજર સામે ડૂબ્યા, પરિવારના માથે તૂટ્યો દુઃખનો પહાડ

Published on: 10:19 am, Tue, 31 August 21

આજકાલ નદીમાં ડુબવા ના કિસ્સાઓ ખૂબજ વધી ગયા છે. નદીમાં ડુબવા તે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તેવી જ ઘટના સામે આવી છે. ત્યારે સુરત શહેરની તાપી નદીમાં ડુબવા ની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાધેચા ગામની સીમમાં પાસેથી પસાર થતી તાપી નદીમાં સુરતના 6 મિત્રો નાહવા ગયા હતા. ત્યારે નાહતી વખતે બે યુવકો અચાનક ઉંડા પાણીમાં તણાઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બારડોલી તેમજ કામરેજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે હજુ પણ એક યુવકની શોધખોળ ચાલુ છે.

પ્રાથમિક તપાસ અનુસાર મૃત્યુ પામેલા યુવકને નામ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેનાર પ્રવીણ ઓમકાર જૈન નામના યુવકનું નદીમાં હોવાના કારણે મૃત્યુ થયું છે.

અને નદીમાંથી પ્રવીણ મૃતદેહ મળી આવ્યું છે. આ ઉપરાંત પ્રવીણ સાથે અન્ય એક યુવક જેનું નામ પિયુષ સુજારામ ગેહલોત પણ નદીમાં ધરાઈ ગયો હતો.

પરંતુ હજુ સુધી તેનું મૃતદેહ મળ્યો નથી. ફાયર ટીમ દ્વારા હજુ પણ તે યુવકની શોધખોળ ચાલુ છે. બંને યુવકના પરિવારને જાણ થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "સુરતની તાપી નદીમાં નાહવા ગયેલા મિત્રો એકબીજા ની નજર સામે ડૂબ્યા, પરિવારના માથે તૂટ્યો દુઃખનો પહાડ"

Leave a comment

Your email address will not be published.


*