24 એપ્રિલના રોજ રુદ્ર નદીમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, યુવકના મિત્રોએ તેનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર મામલો પ્રેમ ત્રિકોણ સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી એ કહ્યું કે યુવકને નશો કરાવીને કેનાલમાં ફેંકી દીધો હતો. આ ચોંકાવનારી ઘટના છત્તીસગઢના કાંકેરની છે. મળતી માહિતી અનુસાર કાંકેરના કોરારના કોડાગાંવનો રહેવાસી 21 વર્ષીય ભાવેશ ઉર્ફે લકી 23 એપ્રિલના રોજ તેના મિત્રો ઉમાશંકર અને અને એક સગીર મિત્ર સાથે ધમતરી જવા માટે નીકળ્યો હતો.
મળતી માહિતી અનુસાર બંને મિત્રોએ લકીને કહ્યું હતું કે, મારી ગર્લફ્રેન્ડની કોઈ છેડતી કરી છે તેમ કહીને પોતાની સાથે લઈ ગયા હતા. જ્યારે તેઓ ધમતરી પહોંચ્યા ત્યારે ત્યાંથી એક અન્ય યુવકને પણ પોતાની સાથે લઈ ગયા હતા. ત્રણેય મિત્રોએ ભેગા મળીને લકીને રુદ્ર નદી પાસે લઈ ગયા હતા અને ત્યાં જઈને તેને નશો કરાવ્યો હતો.
ત્યારબાદ લકીના બધા કપડા ઉતારી નાખ્યા અને જીવ લેવાના ઇરાદા માં લકીને કેનાલમાં ફેંકી દીધો હતો. નશામાં હોવાથી લકી પાણીમાં ડૂબવા લાગ્યો હતો આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. એટલું જ નહીં પરંતુ સબૂત મિટાવવા માટે લકીના કપડા અને તેનો મોબાઈલ ફોન કેનાલમાં ફેંકી દીધો હતો.
ત્યારબાદ ત્રણેય મિત્રો ધમતરી પહોંચ્યા હતા અને ત્યાં એક મિત્રને પોતાની રૂમે ઉતારી દીધો હતો. મળતી માહિતી અનુસાર અન્ય બે મિત્રોએ લકી ની બાઈક સળગાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ અને તેના મિત્રો ઉપર શંકા જતી હતી. શંકાના આધારે પોલીસે મિત્રોની પુછપરછ કરી હતી.
મળતી માહિતી અનુસાર લકીનો મિત્ર ઉમાશંકર એક યુવતી સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. છેલ્લા ત્રણથી ચાર મહિના થી યુવતી લકી સાથે વાત કરવા લાગી હતી અને લકી અને તે યુવતી ખૂબ જ નજીક આવી ગયા હતા. જેના કારણે યુવતી લકીના પ્રેમમાં પડવા લાગી હતી. 20 દિવસ પહેલા ઉમાશંકરને લકી સાથે આ બાબતને લઈને માથાકુટ થઇ હતી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment