આધુનિક યુગમાં દીકરા અને દીકરી ને સરખું મહત્વ આપવામાં આવે છે. અને બંને વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવતો નથી, ત્યારે કહી શકાય કે જેટલી ખુશી દીકરો જન્મે ત્યારે થાય છે તેટલી જ ખુશી દીકરી જન્મે છે ત્યારે થાય છે. આપણી સમક્ષ એવા કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે, કે જેમાં જ્યારે દીકરી નો જન્મ થાય ત્યારે તેમને ધામધૂમપૂર્વક સ્વાગત કરાય છે.
જ્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, કે જે સાંભળીને તમે અચૂક આશ્ચર્યચકિત થઈ જશો. વાત કરીએ તો એક પ્રજાપતિ પરિવાર માં બે દીકરીઓ હતી જ પરંતુ જ્યારે ત્રીજી દીકરીનો જન્મ થયો ત્યારે આપણે કલ્પના પણ ના કરી શકે એમ ત્રીજી દિકરીને ધામધૂમથી સ્વાગત કરાયું અને ઉજવણી પણ કરી પરિવારમાં એટલે જ ખુશી જોવા મળી કે વિચારી પણ ના શકીએ.
પ્રજાપતિ પરિવાર વિશે વાત કરીએ તો આ પરિવાર મોરબી જિલ્લાનું છે કેજેઓ તેમના ઘરે ત્રીજી દિકરીને લક્ષ્મી નો અવતાર માનીને તેનું ભવ્ય સ્વાગત કરાયું. અને હર્ષોલ્લાસથી તેને ઘરે લાવવામાં આવી. આ દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં ખુશી વ્યાપી અને ઉમંગનો પાર ના રહ્યો.
પહેલાના જમાનામાં જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે તેને બોજ રૂપ માનવામાં આવતી હતી પરંતુ હાલના જમાનામાં પરંપરા સાવ જુદી જ તરી આવી છે. જેટલી ખુશી દીકરો જન્મે ત્યારે થઈ છે તેટલી જ ખુશી દીકરી જન્મે ત્યારે થાય છે.
અને આ પરિવારમાં ત્રીજી દીકરીનો જન્મ થયો તો તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યું અને પરિવારમાં ખુશી વ્યાપી ગઈ. આ પરિવારે કહેતા કહ્યું કે જેના ઘરે દીકરી જન્મે એ નસીબદાર કહેવાય. અને આ પરિવારે ઉમંગથી પોતાના સંબંધીઓને મીઠાઈઓ પણ આપી.
આવી તો તમે કલ્પના પણ નહીં કરી હોય કે ત્રીજી દીકરી આવી જતા તેને બોજરૂપ ન માનતા ધામધૂમથી સ્વાગત કર્યું. આવા જ દાખલા સમાજમાં બેસાડવાથી સમાજ જાગૃતિ આવશે અને દીકરો દીકરી વચ્ચે નો ભેદભાવ દૂર થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment